Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

કપડવંજના ઝાલા રામ મહારાજ અયોધ્યા જવા રવાના

કપડવંજના ઝાલા રામ મહારાજ  અયોધ્યા જવા રવાના

કપડવંજના ગોપાલપુરામાં આવેલ શ્રી રામદેવજી મંદિરના પૂજારી પુજ્ય સંત શ્રી ઝાલારામ મહારાજને અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળ્યું હતું. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપતરાય દ્વારા તેઓને આમંત્રણ પાઠવવામાં મળ્યું હતું.

ગોપાલપુરા યુવક મંડળ તથા અગ્રણી સંસ્થાઓ દ્વારા આજે તેઓને ધામધૂમથી શોભાયાત્રા કાઢી સન્માન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના ધર્મેશ ભવાણી, નગરપાલિકા પ્રમુખ વર્ષા પંચાલ, વિશ્વ હિન્દુ પરિષદ કપડવંજ જિલ્લા પ્રમુખ દિલીપ મિસ્ત્રી, ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી ગોપાલ શાહ, એપીએમસીના પૂર્વ ચેરમેન નિલેશ પટેલ,પૂ.કાન્તિભાઇ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધનસુખભાઈ વાલાણી, ભાસ્કર મરાઠા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ સુરેશ પારેખ, હિન્દુ ધર્મ સેનાના જિલ્લા મહામંત્રી રીપલ શાહ સહિત સાધુ,સંતો અગ્રણીઓએ ઉપસ્થિત રહી પૂ.ઝાલા રામ મહારાજને શુભેચ્છા પાઠવી હતી.

 

 

 

રીપોટૅર-સુરેશ પારેખ (કપડવંજ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.