અક્ષય કુમાર અને અરશદ વારસી જોલી ‘એલએલબી ૩’માં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી ૨૦૨૪માં શરૂ કરવામાં આવશે. ફિલ્મ સર્જક સુભાષ કપૂરેસ્ક્રીનપ્લે પર કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ હાલ પ્રી-પ્રોડકશન સ્ટેજમાં છે અને આવતા વરસે શૂટિંગ શરૂ કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં સળંગ બે મહિનાના શિડયૂલમાં મોટાભાગનું શૂટિંગ આટોપી લેવાશે.
ફિલ્મના પહેલા ભાગમાં અર્શદ વારસી મુખ્ય રોલમાં હતો. જોકે, બીજા ભાગમાં અક્ષય કુમારે તેની આ ભૂમિકા ઝૂંટવી લીધી હતી. હવે ત્રીજા ભાગમાં બંને કલાકાર સાથે દેખાશે. એક અટકળ અનુસાર બંનેેને કોર્ટમાં સામસામી ભૂમિકામાં દેખાડાશે. જજ તરીકે સૌરભ શુક્લા રિપીટ થશે.
ફિલ્મના પહેલા અને બીજા ભાગ બંનેને કમર્શિઅલ સફળતા મળી હતી. જોકે, બીજા ભાગમાં અક્ષય કુમારે જે રીતે અર્શદનો રોલ ઝૂંટવીલીધો હતો તેની ભારે ટીકા પણ થઈ હતી. તે પછી તો અર્શદ ઓટીટી પર મોટો સ્ટાર બની ચૂક્યો છે જ્યારે બીજી તરફ અક્ષય કુમારની કારકિર્દી ડચકાં ખાઈ રહી છે.
અક્ષયે ત્રીજા ભાગમાં ભુલ સુધારી છે અને અર્શદ સાથે સમાંતર ભૂમિકા સ્વીકારી છે.