બિહારમાં જૂનમાં રાજકીય જંગ જામવાનો છે. ૧૨મી જૂને નીતીશકુમાર પટણામાં ભાજપ વિરોધી પક્ષોની એક બેઠક બોલાવાના છે. તેનો હેતુ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે એક થઇ યુદ્ધ આપવાનો છે.
આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલિલ્કાર્જુન ખડગે, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, હેમંત સોરેન, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, જ.દ.(યુ) આર.જે.ડી., સીપીઆઈ, સીપીએમ, સીપીઆઈ (માલે) ડીએમકે, સામેલ થવાનાં છે. જો કે ઓડીશાના મુ.મં. નવીન પટનાયક આ બેઠકમાં સામેલ નહીં થાય. બીજી તરફ ટીડીપીના નેતા ચંદ્રાબાબુ પણ હાજર રહેશે કે કેમ તે નક્કી નથી. શિરોમણી અકાલી દળ પણ અનિશ્ચિત છે. જ્યારે કે.ચંદ્રશેખર રાવ પણ હૈદરાબાદ પટણા આવશે કે કેમ તે નિશ્ચિત નથી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામોથી વિપક્ષો જોરમાં આવી ગયા છે.
છેલ્લા દોઢ મહીનામાં નીતીશકુમાર, મમતા બેનર્જી, અખિલેશ યાદવને મળ્યા હતા. તેમની સાથે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણહતા.
આ તરફ ભાજપે પણ પૂરી તૈયારી કરી લીધી છે. તેણે બિહારમાં જ રેલીઓ યોજવા નિર્ણય કર્યો છે તે પૈકી એક રેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હશે બાકીની ત્રણ રેલી અમિત શાહ, સહિત અન્ય નેતાઓની રહેશે. અમિત શાહ, સહિત અન્ય નેતાઓ ભાજપ સરકારના ૯ વર્ષના શાસનની સિદ્ધીઓ દર્શાવશે. બીજી તરફ નીતીશ અને તેમનાં મહા ગઠબંધન ઉપર હુમલા કરશે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે જૂનમાં નરેન્દ્ર મોદી સહિત પક્ષના ઘણા વરિષ્ટ નેતાઓ બિહાર આવશે. ૩૦ જૂને વિશેષ કાર્યક્રમ યોજાશે. ૧૨મી જૂને યોજાનારી વિપક્ષી બેઠક ને બહુ મહત્ત્વ આપવાની જરૂર નથી. કારણ કે વડાપ્રધાન પદ સામે તો કોઈ પડકાર થઈ શકે તેમ નથી.