Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

ડેડીયાપાડાનાં કંકલા (પીપલા) ગામે ગેરકાયદેસર દબાણ કરાયેલી ગૌચરની જમીન ખાલી કરાવી તાલુકા વિકાસ અધિકારી એ વૃક્ષારોપણ કરાવ્યું.

ડેડીયાપાડાનાં  કંકલા (પીપલા) ગામે ગેરકાયદેસર  દબાણ કરાયેલી ગૌચરની જમીન ખાલી કરાવી તાલુકા વિકાસ અધિકારી એ વૃક્ષારોપણ કરાવ્યું.

આ અરજીને ધ્યાને લઇ ૨૭ જૂનના રોજ તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દિવ્યેશ વસાવા, અ.મ.ઈ. અક્ષર સોનાણી તેમજ ત.ક.મંત્રી સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ગૌચરની જમીન ખાલી કરાવી દબાણ દૂર કર્યું હતું. આ ગૌચરની જમીન ઉપર તારીખ ૨૯ જૂનના રોજ સામાજિક વનીકરણ ડેડીયાપાડાની મદદથી વૃક્ષારોપણ કરાવ્યું હતું.
ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારીએ લીધેલા કડક વલણને કારણે દેડિયાપાડા તાલુકામાં ગામડાઓમાં ગૌચરની જમીન ગેરકાયદેસર દબાણો કરી ખેડતા શખ્સોમાં ફ્ફડાટ વ્યાપી ગયો છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની એ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે દબાણ કર્યાની અરજી મળશે તો તરત કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવશે.

 

 

 

રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા

Filed under Narmada Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.