શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે નિજમંદિરના પુનઃ નિર્માણને ૧૬૮ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે ૧૬૮ કલાકની શ્રી ઉમિયા શરણમ્ મમઃ મહામંત્રની અખંડ ધૂન તા.૭-૮-૨૦૨૩ સોમવાર થી તા.૧૪-૮-૨૦૨૩ ને સોમવાર દરમિયાન ઊંઝા સંસ્થાનમાં યોજવામાં આવેલ હતી. ત્યાર બાદ શ્રી ઉમિયા ધામ,સોલા અમદાવાદ ખાતે પણ તા.૧૧-૨-૨૦૨૪થી તા.૧૨-૨-૨૦૨૪ દરમિયાન અખંડ ધૂન યોજવામાં આવી હતી. તેમાંથી પ્રેરણા લઈ હાલમાં દરેક જીલ્લાઓમાં પણ અખંડ ધૂનના આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પ્રેરિત થઈને કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડા ગામે તાજેતરમાં નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે તા.૨૫-૩-૨૦૨૪ને સોમવારે શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્રની બાર કલાકની અખંડ ધૂન યોજવામાં આવી હતી. આ અખંડ ધૂનમાં ૪૭ જેટલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોએ ભારે ઉત્સાહ ભક્તિ ભાવથી માં ઉમિયાની આરાધના કરી હતી.
આ મહોત્સવમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી દિલીપભાઈ પટેલ, સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન પ્રવિણભાઈ પટેલ, મહિલા સંગઠનના કેન્દ્રીય ચેરપસૅન ડૉ.જાગૃતિબેન પટેલ, ભોજનાલય સમિતિના ચેરમેન હરગોવનભાઇ પટેલ, વાઈસ ચેરપસૅન મનીષાબેન પટેલ, કારોબારી સભ્ય અંજુબેન પટેલ, સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ઉર્મિલાબેન પટેલ, વિધિબેન પટેલ,રીયા પટેલ, હાર્દિક પટેલ ઉપરાંત ખેડા જીલ્લા કન્વીનર મનુભાઈ પટેલ, તૃષારભાઇ પટેલ,ખેડા જીલ્લા મહિલા કન્વીનર નીતાબેન પટેલ,અરવલ્લી જીલ્લા મહિલા કન્વીનર નયનાબેન પટેલ, અનિતાબેન પટેલ સમગ્ર ટીમ અને ખેડા અને અરવલ્લી જીલ્લાના હોદ્દેદારો, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મીડિયા ક્ન્વીનર પી.એ.પટેલ, વિશાળ સંખ્યામાં ભાઇઓ-બહેનો, વડીલો ઉપસ્થિત રહી માતાજીની ભારે ઉત્સાહ શ્રધ્ધાપૂર્વક આરાધના કરી હતી.
આ ભવ્ય મહોત્સવનું સફળ આયોજન અને સંચાલન સંકલન શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ ઉકરડીના મુવાડા તથા સમગ્ર ગામજનો અને સવિશેષ યોગેશભાઇ પટેલ અને ગિરિશભાઈ પટેલ સમગ્ર ટીમ દ્વારા સફળતાપૂર્વક મહોત્સવ સમાપન કરવામાં આવ્યું હતું.