કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. જનકસિંહ દેવડા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સની ટીમ કાર્યરત હતી. દરમ્યાન અ.હે.કો. વનરાજસિંહને બાતમી મળી હતી કે ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશન ત્રણ અલગ-અલગ ગુન્હામાં નાસતો ફરતો આરોપી કપડવંજ આવવાનો છે. જે કપડવંજ નગરના ગાંધીચોક વિસ્તારમાં આવવાનો હોય સર્વેલન્સની ટીમ વોચમાં હતી. દરમ્યાન સદર આરોપી મોહસીન ઉર્ફે પેપો રજાકભાઈ શેખ રહે.વ્હોરવાડ, કપડવંજનાઓને ઝડપી પાડી ભારતીય નાગરિક ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ ૩૫(૧) (જે) મુજબ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તથા આરોપીને દહેગામ પોલીસને જાણ કરી કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે.
આમ ચોરી ત્રણ ગુનામાં સામેલ નાસતો-ફરતો આરોપીને કપડવંજ ટાઉન પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરી છે. આરોપી મોહસીન ઉર્ફે પેપોનો ગુનાહિત ઈતિહાસમાં કણભા પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે બે ચોરીના ગુના દાખલ થયા છે.