સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજીત ઇન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે. એસ.આર્ટ્સ એન્ડ વી. એમ. પારેખ કોમર્સ કોલેજની ટીમે ભાગ લઈ સતત ત્રીજા વર્ષે સર્વોત્તમ પ્રદર્શન કરી,યુનિવર્સિટીમાં ચેમ્પિયનશીપ જાળવી હેટ્રિક કરી હતી.આ વર્ષે ખેડા અને આણંદ જિલ્લાની કૉલેજોની કુલ 27 ટીમોએ ભાગ લીધો હતો. જેના ફાઇનલ રાઉન્ડના મુકાબલામાં બી.જે. વી.એમ.કોલેજને 3-0 થી હરાવીને આર્ટ્સ – કોમર્સ કૉલેજ,કપડવંજની ટીમ વિજેતા બની યુનિવર્સિટી કક્ષાએ કપડવંજ કૉલેજનું ગૌરવ વધાર્યું છે.
આ ભવ્ય સફળતા બદલ કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ ડૉ.હરીશભાઈ કુંડલિયા, મંત્રી અનંતભાઈ શાહ, ગોપાલભાઈ શાહ, અભિજિતભાઈ જોશી, સી.ઈ.ઓ. મૌલિક ભટ્ટ, કોલેજના આચાર્ય ડૉ. ગોપાલ શર્મા તથા કૉલેજ સ્ટાફ પરિવાર અને કેળવણી મંડળ પરિવારે વિજેતા ટીમના ખેલાડીઓ અરુણ સોઢા, અકુલ બોડાત, હર્ષ ગોહિલ, પરમાર યુવરાજ, અનુપમ અકોલકર, પ્રજાપતિ દિવ્ય અને ગઢવી જીત તથા ટીમના કોચ ડૉ.જગજીતસિંહ ચૌહાણ અને ટીમ મેનેજર ડૉ.જે.બી બોડાત અને ફીઝીકલ ડાયરેક્ટર સોઢા પરેશભાઈને અભિનંદન પાઠવ્યા હતાં.
આ સાથે યુનિવર્સિટીની વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધા માટેના ખેલાડીઓની યાદીમાં આર્ટ્સ- કોમર્સ કોલેજના ખેલાડીઓએ સ્થાન મેળવી કૉલેજ અને કેળવણીમંડળને ગૌરવ અપાવેલ છે. આમ સ્પર્ધાના સર્વોત્તમ પર્ફોર્મર એવા આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજની ટીમના ખેલાડીઓ યુનિવર્સિટી ટીમની પસંદગી માટે નોમીનેટ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં કપડવંજ કોલેજના વિદ્યાર્થીઓ મેરીટમાં અગ્રેસર રહે છે.એમ રમતગમતમાં પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી કપડવંજ કૉલેજનું યુનિવર્સિટી કક્ષાએ ગૌરવ વધાર્યું છે.
રીપોટૅર-સુરેશ પારેખ