Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી

* નર્મદા કિનારે સ્થાપિત વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના અદભુત વ્યક્તિત્વ અને ભારતની એકતાની મહા ગાથાને સામે લાવે છે. – બીએસ યેદીયુરપ્પા,ભૂતપૂર્વ મુખ્યમંત્રી, કર્ણાટક

* યેદીયુરપ્પાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર એ સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી.

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા દ્વારા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. યેદીયુરપ્પાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદાર સરોવર નર્મદા ડેમ નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતા નગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રસંશા કરી હતી.

આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનની તસવીરી ઝલક યેદિયુરપ્પાએ નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ મયુર રાઉલ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક અર્પણ કર્યા હતા. એકતાનગર ખાતે આવેલા નર્મદા ડેમની મુલાકાત લઈ ગાઈડ પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી હતી.

મુલાકાત બાદ નોધપોથીમાં પોતાના વિચારો વ્યકત કરતા જણાવ્યુ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મારી બીજી મુલાકાત હતી અને પ્રથમ મુલાકાત કરતા પણ વધુ પ્રભાવિત થયો છું, સરદાર પટેલના જીવન અને રાષ્ટ્રના એકીકરણમાં તેઓની ભૂમિકા પાર આધારિત પ્રદર્શન ખુબસુરત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, આ એવા દ્રશ્યો છે જેને તસ્વીરોમાં કેદ ન કરી શકાય. વધુમાં યેદીયુરપ્પાએ જણાવ્યું હતું કે, નર્મદા નદી કિનારે સ્થાપિત કરાયેલ આ વિરાટ પ્રતિમાના પ્રથમ દર્શન માં જ સરદાર પટેલના અદભુત વ્યકતિત્વ અને ભારતની એકતાની મહાન ગાથા ને સામે લાવે છે, હું અહીંયા બીજીવાર આવ્યો છું.

યેદીયુરપ્પાની મુલાકાત દરમિયાન તેઓની સાથે જિલ્લા વહીવટી તંત્રના નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અભિષેક સિન્હા જોડાયા હતા.

 

શૈશવ રાવ (નર્મદા) 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.