Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

સત્યપ્રેમ કી કથા બાદ કાર્તિક આર્યને ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નું શૂટિંગ શરૂ કર્યું, સેટ પરથી શેર કરી તસવીર

સત્યપ્રેમ કી કથા બાદ કાર્તિક આર્યને ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નું શૂટિંગ શરૂ કર્યું, સેટ પરથી શેર કરી તસવીર

કાર્તિક આર્યનની ફિલ્મ સત્યપ્રેમ કી કથાએ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે. હાલમાં અભિનેતા તેની ફિલ્મની સફળતા એન્જોય કરી રહ્યો છે. સત્યપ્રેમ કી કથાએ તાજેતરમાં વિશ્વભરમાં 100 કરોડનું કલેક્શન વટાવી લીધું છે અને આ સાથે આવું કરનાર તેની 5મી ફિલ્મ બની છે.

કાર્તિક આર્યને હવે પોતાની આગામી ફિલ્મ માટે કમર કસી છે. એક્ટરે સોશિયલ મીડિયા દ્વારા પોતાના નવા પ્રોજેક્ટની જાણકારી આપી છે. કાર્તિક આર્યન તાજેતરમાં જ કબીર ખાન સાથે તેની બહુપ્રતીક્ષિત આગામી ફિલ્મ ચંદુ ચેમ્પિયનનું શૂટિંગ શરૂ કરવા માટે લંડન જવા રવાના થયો છે જેના પ્રથમ શેડ્યૂલનું શૂટિંગ શરૂ પણ થઈ ચૂક્યુ છે.

કાર્તિક આર્યને ચંદુ ચેમ્પિયનનું શૂટિંગ શરૂ કર્યું

કાર્તિક આર્યને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કબીર ખાન સાથે પોતાની એક તસવીર શેર કરી છે. આ સાથે જ એક્ટરે જાણકારી આપી કે, ચંદુ ચેમ્પિયનનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યુ છે. પોસ્ટ સાથે એક્ટરે કેપ્શનમાં લખ્યું- ‘શુભારંભ. મારા કરિયરનો સૌથી પડકારરૂપ અને એક્સઈટિંગ સફર શરૂ થઈ ચૂક્યો છે…..કેપ્ટન કબીર ખાન સાથે.’

કાર્તિક આર્યન તસવીરમાં બ્લેક જોગર્સ, વ્હાઈટ કેપ સાથે બ્લુ અને બ્લેક ચેક કાર્ડિગનમાં નજર આવી રહ્યો છે. આ સાથે જ કાર્તિક ચંદુ ચેમ્પિયનના પ્રથમ ટેક માટે ક્લેપબોર્ડ તરફ ઈશારો કરતો નજર આવી રહ્યો છે જે કબીર ખાન પાસે છે અને બંને હસી રહ્યા છે.

 

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.