કેરળ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે નરેન્દ્ર મોદીએ શનિવારે તિરુવલ્લામાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધી કોંગ્રેસ અને LDF સરકાર પર કડક પ્રહાર કર્યા. પોતાના ભાષણ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ એવી રાજનીતિ કરે છે, જેનાથી પશ્ચિમ એશિયાના દેશો ભારત પ્રત્યે વિરોધી વલણ અપનાવી શકે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે હવે કેરળમાં પરિવર્તનનો સમય આવી ગયો છે અને આવનારી ચૂંટણીમાં જનતા દાયકાઓથી ચાલતા કુશાસનનો અંત લાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્યમાં National Democratic Alliance (NDA) માટે જનસમર્થન સતત વધી રહ્યું છે.
Keralam stands with the BJP-NDA. It rejects the LDF and UDF’s empty promises. Addressing a huge public meeting in Thiruvalla. https://t.co/DK5Z9rSfSw
— Narendra Modi (@narendramodi) April 4, 2026
મોદીએ દાવો કર્યો કે 9 એપ્રિલે મતદાન અને 4 મેના પરિણામ સાથે હાલની એલડીએફ સરકારનો અંત નિશ્ચિત છે. સાથે જ તેમણે United Democratic Front (UDF) અને LDF બંને પર નિશાન સાધતા કહ્યું કે આ બંને ગઠબંધનોએ રાજ્યના વિકાસ માટે ક્યારેય ગંભીર પ્રયત્ન કર્યા નથી.
તેમણે કહ્યું કે કેરળ કુદરતી સંસાધનો અને પર્યટન ક્ષમતાથી સમૃદ્ધ હોવા છતાં વિકાસની દોડમાં પાછળ પડી રહ્યું છે, જે માટે હાલની સરકાર જવાબદાર છે.
#WATCH | Tiruvalla, Pathanamthitta: Addressing a public rally, Prime Minister Narendra Modi says, "The Congress wants the West Asian countries to consider India as their enemy, that we should make some mistake here, give some statement like that, and trouble befalls Indians… pic.twitter.com/V15dVsdTBZ
— ANI (@ANI) April 4, 2026
મોદીએ “ડબલ એન્જિન સરકાર”નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જો રાજ્યમાં NDA સરકાર બનશે, તો વિકાસમાં આવતી તમામ અડચણો દૂર કરવામાં આવશે. તેમણે મહિલાઓના સમર્થનને NDAની મોટી શક્તિ ગણાવી અને મતદારોને કોંગ્રેસ તથા ડાબેરી પક્ષોથી સાવધાન રહેવાની અપીલ કરી.
આ સાથે તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખરાબ રસ્તાઓ અને આરોગ્ય સેવાઓના અભાવ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા અને વચન આપ્યું કે નવી સરકાર બનતા રાજ્યમાં ઝડપી અને સર્વાંગી વિકાસ કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel