UKની રાજધાની લંડનમાં એક શિખ રેસ્ટોરન્ટના માલિક હરમન સિંહ કપૂરની કાર પર થોડા દિવસો પહેલા ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો અને તેમની સાથે મારપીટ કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે હરમન સિંહ કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે.
બ્રિટનમાં ખાલિસ્તાની આંદોલન સક્રિય
હરમન સિંહ કપૂરે જણાવ્યું કે, હું 26 વર્ષથી યુકેમાં રહી રહ્યો છું. છેલ્લા દોઢ વર્ષમાં બ્રિટનમાં ખાલિસ્તાની આંદોલન સક્રિય બની ગયુ છે. તેમણે જણાવ્યું કે, મેં એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે વાયરલ થઈ ગયો હતો. હવે 9 મહિનાથી વધુ સમયથી મને ધમકીઓ મળી રહી છે. મારા પર હુમલો પણ કરવામાં આવ્યો. ધમકી આપનારા ઈચ્છે છે કે, હું વીડિયો હટાવી દઉં અને તેમની માફી માંગુ પરંતુ મેં એ કરવા માટે ઈનકાર કરી દીધો.
#WATCH | Delhi: Harman Singh Kapoor, a Sikh restaurant owner in London, UK who was seen in a viral video where his car was allegedly vandalised says "I have been staying in the UK for 26 years. In the last 1.5 years, the Khalistani movement has been active in the UK. I posted a… pic.twitter.com/9XKhao1YPK
— ANI (@ANI) October 7, 2023
મને લાગ્યુ હતું કે, હું લંડનમાં સુરક્ષિત છું પરંતુ હું ખોટો હતો
હરમન સિંહ કપૂરે જણાવ્યું કે, હું લંડનમાં રહેતો હતો ત્યારે મને લાગ્યુ કે હું સુરક્ષિત છું પરંતુ હું ખોટો હતો. ધમકી આપનારાઓએ મને માનસિક ત્રાસ આપ્યો, ઓનલાઈન ધમકીઓ આપી અને 25 ફેબ્રુઆરી 2023માં મારા પર હુમલો કર્યો.
મારા પર હુમલો કરનારા શિખ હતા
શિખ રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું કે, જે લોકો મારા પર હુમલો કરવા આવ્યા હતા તે શિખ હતા. તે શિખો હિંદુઓ અને ભારતને બદનામ કરી રહ્યા છે. હું ઈચ્છું છું કે, આ લડાઈનો અંત આવે.
ખાલિસ્તાનીઓને પોલીસનું સમર્થન
હરમન સિંહે જણાવ્યું કે, અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. તેમણે માત્ર મારી ફરિયાદ નોંધી. અહીં ખાલિસ્તાનીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તે લોકોને પોલીસનું સમર્થન છે. તેથી તે લોકોની ધરપકડ કરવામાં નથી આવતી.
ખાલિસ્તાની યુકેની રાજકીય સંપત્તિ
તેમણે વધુમાં જણાવ્યું કે, ખાલિસ્તાની યુકેની રાજકીય સંપત્તિ છે. જો કોઈ દેશવાસી પર હુમલો થાય તો આરોપીઓની ધરપકડ કરવી જોઈએ. પરંતુ મારા કેસમાં આ ખાલિસ્તાનીઓની પોલીસે ધરપકડ ન કરી.