તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર જન્માષ્ટમી પહેલાં અમેરિકાના ગ્રીનવુડ (Greenwood) સ્થિત એક હિંદુ મંદિરમાં તોડફોડ (Temple Vandalised) કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના 10 ઑગસ્ટના રોજ બની હોવાનું કહેવાઈ રહ્યું છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા માધ્યમ X પર આ ઘટનાનો વિડીયો જારી કર્યો છે.
અહેવાલ મુજબ BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર હિંદુ વિરોધી લખાણ લખવામાં આવ્યું હતું તથા ગ્રેફિટી ચિત્રણ કરવામાં આવ્યું હતું. કહેવાઈ રહ્યું છે કે આ ઘટનામાં ખાલિસ્તાની તત્વોનો હાથ છે.
આ મામલે હિંદુ અમેરિકન ફાઉન્ડેશને X પર લખ્યું હતું કે, “એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ચોથી વખત ઇન્ડિયાનાના ગ્રીનવુડમાં હિંદુ મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું છે. આ વખતે BAPS મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું છે.”
BREAKING| For the 4th time in less than a year, a Hindu Mandir (temple) has been desecrated—this time the @BAPS Mandir in Greenwood, IN.
Vandalizing temples with anti-India graffiti is a tactic often used by pro-Khalistan separatist activists—and a stark reminder of how slurring… pic.twitter.com/bqH6y1kq9c
— Hindu American Foundation (@HinduAmerican) August 12, 2025
વધુમાં લખ્યું હતું કે, “ભારતવિરોધી ગ્રેફિટીથી મંદિરોમાં તોડફોડ કરવી એ ખાલિસ્તાન તરફી અલગતાવાદીઓ દ્વારા વારંવાર ઉપયોગમાં લેવાતી યુક્તિ છે – અને આ એ બાબતની યાદ અપાવે છે કે અમેરિકન હિંદુઓને ‘હિંદુત્વ’ના નામે અપમાનિત કરવાથી આવી નફરતને કેવી રીતે બળ મળે છે. ચૂંટાયેલા અધિકારીઓ માટે ખાલી નિંદાઓથી આગળ વધવાનો અને ગુનેગારોને જવાબદાર ઠેરવવાનો સમય આવી ગયો છે.”
મંદિરમાં કામ કરતા સ્વયંસેવકોએ આ ઘટનાને ‘હિંદુઓ સામે નફરત અને અસહિષ્ણુતા’ ગણાવી છે.
For the 4th time in less than a year, one of our Mandirs has been desecrated by a hateful act. The anti-Hindu hate crime against the @BAPS Mandir in Greenwood, IN has only strengthened our community’s resolve, and we remain united in our stand against anti-religious behavior.
— BAPS Public Affairs (@BAPS_PubAffairs) August 12, 2025
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel