સામાન્ય રીતે અનેક જાડીયા અને મેદસ્વી લોકો નજીવી મહેનતથી વજન ઘટાડવાનો પ્રયાસ કરતા હોય છે. તો અનેકો જાડીયા-મેદસ્વી લોકો વજન ઉતારવા ઘણા પ્રયાસો અને મહેનત કરે છે. આમ છતાં ઘણા લોકો નિષ્ફળ થતા જોવા મળે છે. વજન ઘટાડવા માટે નિષ્ણાતો વોકિંગની સલાહ આપતા હોય છે. આવા સમયે ડાયેટ કરતા લોકોને સવાલો થાય છેકે દરરોજ કેટલું ચાલવું યોગ્ય છે જેથી કરીને તેમનું વજન ઓછું થાય. જો કોઈ વ્યક્તિ દસ કિલો વજન ઘટાડવા માંગે છે, તો દરરોજ કેટલું ચાલવું જરૂરી છે. તો આ સવાલનો ઉત્તર તમને આ અહેવાલમાં મળી જશે.
બે કિલોમીટર ચાલવાથી આટલી કેલરી શરીરમાં બળી જશે
જો તમે દરરોજ દોઢ કિલોમીટરથી વધારે ચાલો છો, તો શરીરમાં 50થી 130 કેલરી ઓછી થઇ જાય છે, આવું અમેરિકન હાર્ટ એસોસિયેશનનું જણાવવું છે. આ સાથે એસોસિયેશનનું કહેવું છેકે આ કેલેરી બળવા પાછળ તમે કેવું ઝડપી કે ઓછું ચાલો છો તે પણ જરૂરી છે.
બ્રિટિશ નેશનલ હેલ્થ સર્વિસે દરરોજ ઓછામાં ઓછું 145-150 મિનિટનું મધ્યમ વૉકિંગ કરવું જોઈએ. જો તમે ફાસ્ટ વૉકિંગ કરો છો તો તમે 70-75 મિનિટ સુધી કરી શકો છો.જો કે, આજકાલ દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સલાહ આપવામાં આવે છે.
નોંધનીય છેકે કેટલું વોકિંગ કરવું અને કેટલું વજન ઘટાડવું અને કેટલા સમયમાં એનો જવાબ છેકે દરેક મેદસ્વી લોકોના વજન ઘટાડવાનો સમયગાળો અલગ હોય છે. કેટલાક લોકોનું વજન બે માસથી વધારે સમયમાં ઘટે છે તો કેટલાક મેદસ્વી લોકોનું 10 કિલો વજન ઘટાડવા એક માસનો પણ સમય લાગી શકે છે. દરેક મેદસ્વી લોકોના વજન ઘટાડવા પાછળ અનેક પરિબળો કારણભૂત બને છે.
ઝડપથી ચાલવાથી વજન જલ્દી ઉતરવાનું સામે આવ્યું છે. એટલે કે તમારી ઝડપ છ કિ.મી. પ્રતિ કલાકની હોય તો વજન જલ્દી ઉતરતું હોવાનું સામે આવ્યું છે. આ સાથે તમારે ભોજનની ખાવાની રીત અને સમય પર પણ નિયંત્રણ મેળવવું ખુબ જ જરૂરી છે. આ સિવાય વજન ઘટાડવા માટે પૂરતી ઊંઘ અને તણાવમુક્ત જીવન પણ જરૂરી છે.