અવકાશમાં ભારત અને ઈસરોની તાકાત વધી રહી છે અને તેનું સૌથી તાજેતરનું ઉદાહરણ ‘NISAR’ સેટેલાઇટ છે. ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ISROએ અમેરિકન સ્પેસ એજન્સી નાસા સાથે મળીને NISAR સેટેલાઈટ વિકસાવ્યો છે. પણ આ સેટેલાઇટ શું છે? તેનો હેતુ શું છે? ચાલો તેના વિશે જાણીએ..
🚨 NASA and ISRO gearing up to launch joint mission 'NISAR' to map globe every 12 days in the early 2024. pic.twitter.com/iA5xkkD0Hi
— Indian Tech & Infra (@IndianTechGuide) November 16, 2023
NISAR સેટેલાઈટનું પૂરું નામ શું છે?
NISAR સેટેલાઈટનું પૂરું નામ NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર છે. આ એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, એટલે કે તેને પૃથ્વીનું વિશ્લેષણ કરવા માટે લોન્ચ કરવામાં આવશે. NISAR આપણા ગ્રહના જંગલ અને વેટલેન્ડ ઇકોસિસ્ટમનો અભ્યાસ કરશે. વૈશ્વિક કાર્બન સાયકલ પર તેમની શું અસર પડશે તે જાણી શકાશે.
કેવી રીતે અને ક્યાંથી થશે લોન્ચિંગ?
આ સ્ટેટલાઇટ GSLV-MK2 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. જે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી થશે. જણાવી દઈએ કે અત્યાર સુધી સેટેલાઈટ અને પેલોન્ડની ઘણી વખત ટેસ્ટિંગ થઈ ચૂકી છે.
ISRO અને NASA દ્વારા લોન્ચ કરવામાં આવનાર સેટેલાઇટ “NISAR” વિશ્વને કુદરતી આફતોથી બચાવવાના ઉપાયો સૂચવશે અને તેમની સ્થિતિ જણાવશે. દરિયાઈ સપાટી વધવાથી લઈને તોફાન, ગ્લેશિયર પીગળવાથી લઈને જ્વાળામુખી ફાટવા સુધી, આ ઉપગ્રહ વિશ્વભરમાં જમીનની ગતિવિધિઓ પર નજર રાખશે.
આ રીતે કામ કરશે NISAR સેટેલાઇટ
રિપોર્ટ્સ અનુસાર, લોન્ચિંગ પછી આ સેટેલાઈટ તેની કક્ષામાં પંહોચશે. પછી તે દર 12 દિવસે પૃથ્વીની સમગ્ર જમીન અને બર્ફીલી સપાટીને સ્કેન કરશે. ઉપગ્રહ જે ડેટા એકત્રિત કરશે તેમાંથી વૈજ્ઞાનિકો કાર્બનના ઉત્સર્જન અને શોષણને સમજશે. એકંદરે તે વૈજ્ઞાનિકોને કાર્બન ચક્રને સમજવામાં મદદ કરશે.