Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 25°C

કોડિનાર : નગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા કોંગ્રેસમાં ભડકો

કોડિનાર : નગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા કોંગ્રેસમાં ભડકો

ગીરસોમનાથ જીલ્લાના કોડિનાર નગરપાલિકા ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકો માટે આગામી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જેમાં ભાજપની ચાર બેઠકો બિનહરીફ થઈ છે. પાલિકામાં કુલ 43 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાં ભાજપના 24, કોંગ્રેસના 18 અને આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર છે.તેમજ કોંગ્રેસના 10 ઉમેદવાર ચૂંટણી પૂર્વે જ મેદાન બહાર થતાં 28 બેઠક પૈકી 18 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બચ્યા છે. ત્યારે હવે કોડિનાર નગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા કોંગ્રેસમાં ભડકો થવા પામ્યો છે. જેમાં કોંગ્રેસના વોર્ડ નંબર 1 નાં ઉમેદવાર ભરતભાઈ કાતિરા અને વોર્ડ નંબર 2 નાં કોંગી ઉમેદવાર વર્ષા બેન કાતીરા ભાજપ માં જોડાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ના નેતૃત્વમાં બંને કોંગી ઉમેદવારો ભાજપ માં જોડાયા હતા ને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

 

 

રિપોર્ટર:- મૌલીક ઝણકાટ(ગીર સોમનાથ)

Filed under Gir Somnath Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.