Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

Israel Hamas war ને લઈ મકાનમાલિકે ભાડુઆતની ચાકુ મારીને કરી હત્યા, જો બાઇડને આપી પ્રતિક્રિયા

Israel Hamas war ને લઈ મકાનમાલિકે ભાડુઆતની ચાકુ મારીને કરી હત્યા, જો બાઇડને આપી પ્રતિક્રિયા

શિકાગોમાં એક મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે થયેલી છરાબાજીની ઘટનાને લઈ વાતાવરણ તંગ બન્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા જ્યાં આવાસની અંદર બે લોકો ઘાયલ જોવા મળ્યા. તેની ઓળખ જોસેફ એમ. કાઝુબા, તરીકે થઈ હતી. મૃતકોની ઓળખ 32 વર્ષીય હનાન શાહીન અને તેના પુત્ર વાડિયા અલ-ફયુમ તરીકે થઈ છે. પોલીસે આ સમગ્ર બાબતે કાર્યવાહી પણ કરી છે. CAIR અનુસાર, હનાન અને તેનો પુત્ર વાડિયા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર બે વર્ષથી રહેતા હતા અને મકાનમાલિક સાથે તેમનો અગાઉ કોઈ વિવાદ નહોતો.

એમ વિલ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે, બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાદમાં બાળકનું મૃત્યુ થયું હતું, શેરિફની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છોકરાને તેના સમગ્ર શરીરમાં 26 વાર છરા મારવામાં આવ્યો હતો અને તેના પેટમાંથી છરી કાઢી નાખવામાં આવી હતી.

ગુનામાં વપરાયેલ છરી 12 ઇંચની સેરેટેડ લશ્કરી છરી હતી, જેમાં સાત ઇંચની બ્લેડ હતી. જોકે શંકાસ્પદ વ્યક્તિએ હુમલામાં તેની સંડોવણી અંગે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ પોલીસકર્મીઓ પુરાવા એકત્રિત કરી રહ્યા છે.

વિલ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને મુસ્લિમો હોવાના કારણે અને હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

દરમિયાન, કાઉન્સિલ ઓન અમેરિકન-ઈસ્લામિક રિલેશન્સ (CAIR-શિકાગો), દેશની સૌથી મોટી મુસ્લિમ નાગરિક અધિકાર અને હિમાયત સંસ્થાના શિકાગો કાર્યાલયે આ હુમલાને સૌથી ખરાબ ગણાવ્યો હતો.

CAIR અનુસાર, હનાન અને તેનો પુત્ર વાડિયા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર બે વર્ષથી રહેતા હતા અને મકાનમાલિક સાથે તેમનો અગાઉ કોઈ વિવાદ નહોતો. આ ઘૃણાસ્પદ ઘટનાની નિંદા કરતા રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે તેઓ આ હુમલાને લઈ ખૂબ દુખી છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.