Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

વિશ્વની અન્ય કરન્સીઓની તુલનાએ રૂપિયામાં ઓછી વધઘટ : RBI ગવર્નર

વિશ્વની અન્ય કરન્સીઓની તુલનાએ રૂપિયામાં ઓછી વધઘટ : RBI ગવર્નર

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમને સંબોધતા રિઝર્વ બેંક ગવર્નરે એમ પણ કહ્યું કે ફુગાવા અંગેની અપેક્ષાઓ હવે નિયંત્રણમાં છે. પરંતુ હેડલાઇન ફુગાવો નાજુક રહે છે અને ખાદ્યપદાર્થોના ભાવ આંચકાથી પ્રભાવિત રહે છે.

વિનિમય દરના મોરચે, યુએસ બોન્ડની ઉપજમાં વધારો અને મજબૂત યુએસ ડોલર હોવા છતાં, ભારતીય રૂપિયામાં અન્ય મુખ્ય કરન્સી સામે ઓછી અસ્થિરતા જોવા મળી છે અને તે સ્થિર રહ્યો છે. આનો શ્રેય આપણા મજબૂત મેક્રો ઈકોનોમિક ફંડામેન્ટલ્સ અને વિદેશી મુદ્રા ભંડારની સારી સ્થિતિને જાય છે. છેલ્લા ત્રણ કે ચાર દિવસમાં યુએસ ડોલર ઇન્ડેક્સ થોડો નરમ પડયો છે અને યુએસમાં બોન્ડની ઉપજ પણ નીચે આવી છે.

ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઓક્ટોબરમાં ૪.૯ ટકા થયો હતો. તેનું કારણ આરબીઆઈ દ્વારા પોલિસી રેટમાં ઈરાદાપૂર્વકનો વધારો અને સમયાંતરે રોકડની સ્થિતિ સુધારવાના પગલાં છે.

આરબીઆઈનું લક્ષ્ય રિટેલ મોંઘવારી દરને ચાર ટકા સુધી લાવવાનું છે અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. દાસે સતત ઊંચી વૃદ્ધિ હાંસલ કરવા, કિંમતોને ટકાઉ સ્થિર કરવા અને ભાવ વધારાના આંચકાને ઘટાડવા માટે કૃષિ માર્કેટિંગ અને સંબંધિત મૂલ્ય શૃંખલાઓમાં સુધારાની પણ હિમાયત કરી હતી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.