એલોન મસ્કે ટ્વિટર સંભાળ્યું તે પહેલાં, તે એક માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ હતું જે તેના વપરાશકર્તાઓને તેમના વિચારો વિશ્વ સાથે શેર કરવાની મંજૂરી આપે છે. જો કે આજે ટ્વિટર હવે માત્ર માઇક્રો-બ્લોગિંગ સાઇટ નથી રહ્યું. તે તમને ફુલ લેંથની ફીચર ફિલ્મો અપલોડ કરવા, લાંબી ટ્વીટ્સ લખવા, કંટેંટ ક્રિએટર્સને સબ્સ્ક્રાઇબ કરવા અથવા કીમતી બ્લુ ટીક્સ વગેરે ખરીદવાની મંજૂરી આપે છે અને હવે, મસ્કે Twitter પર બીજી સુવિધા ઉમેરી છે જે તમને તમારી ફેવરીટ કંટેંટને હાઈલાઈટ કરવા દેશે. એટલે કે, તમે એક અલગ ટેબમાં તમારી મનપસંદ ટ્વીટ્સ એડ કરી શકશો.
નવી હાઇલાઇટ ફીચર ઉપર જણાવ્યા મુજબ, નવા ફીચરમાં, તમે તમારી મનપસંદ ટ્વીટ્સને અલગ ટેબમાં રાખી શકો છો. આ ટ્વીટ્સ એક ટેબમાં દેખાશે જેમાં હાઇલાઇટ્સ નામનું સેક્સન હશે.
આ ફીચર Instagram જેવું જ છે, જે યુઝર્સને તેમની પ્રોફાઈલ પર હાઈલાઈટ તરીકે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી એડ કરવાની મંજૂરી આપે છે.
“Highlights Tab” is now live on Twitter. You can now showcase your favorite tweets on your profile. pic.twitter.com/nPz7DfNeIZ
— DogeDesigner (@cb_doge) June 18, 2023
ટ્વિટરના નવા ફીચરથી યુઝર્સને કેવી રીતે ફાયદો થશે?
- એલોન મસ્કના જણાવ્યા અનુસાર ટ્વિટરને યુઝર્સ માટે વધુ સારું બનાવવામાં આવ્યું છે.
- આ સુવિધા કંટેંટ ક્રિએટર અને ઈનફ્લુએંસર્સને તેમની શ્રેષ્ઠ અને સૌથી આકર્ષક ટ્વીટ્સ પ્રદર્શિત કરવાની નવી રીત આપવા માટે શરૂ કરવામાં આવી છે.
- આ સુવિધાનો હેતુ વધુ ફોલોઅર્સને આકર્ષવાનો અને તમારા એકાઉન્ટ પર સબ્સ્ક્રિપ્શન્સ વધારવાનો છે.
બેસ્ટ કંટેંટ શોધવા માટે વપરાશકર્તાઓને સમગ્ર પ્રોફાઇલમાં સ્ક્રોલ કરવાની જરૂર નથી. હાઇલાઇટ્સની મદદથી, તમે આ સામગ્રીને એક અલગ ટેબમાં જોઈ શકશો. - મહત્વનું છે કે હાઈલાઈટમાં કંટેંટ ત્યારે જ દેખાશે જ્યારે યૂજરે પોતાના એકાઉંટના હાઈલાઈટ્સમાં એડ કરી હશે.