પીએમ મોદી તા.21 થી 24 જૂન સુધી અમેરિકામાં રોકાવાના છે. અમેરિકાની સંસદને બે વખત સંબોધિત કરનારા તેઓ ભારતના પહેલા વડાપ્રધાન બનશે.
I am delighted that Honorable Prime Minister of India @narendramodi will be paying a historic State Visit to the United States next week. The US-India partnership is one of the most defining and consequential partnerships of the 21st century. Jai Hind! And God Bless America! pic.twitter.com/8xpQC3w3c6
— Congressman Mike Lawler (@RepMikeLawler) June 15, 2023
અમેરિકન કોંગ્રેસના સભ્ય માઈક લોલરે પીએમ મોદીની યાત્રા પહેલા કહ્યુ છે કે, હું અને મારા સાથીઓ પીએમ મોદીને સાંભળવા માટે ઉત્સુક છે. ભારતીય વડાપ્રધાનની આ મુલાકાત ઐતહાસિક અને બંને દેશોના સબંધોને વધારે મજબૂત બનાવનારી હશે. હું અમેરિકાની સંસદમાં પીએમ મોદીનુ સ્વાગત કરવા માટે તેમજ તેમનુ સંબોધન સાંભળવા માટે ઉત્સુક છું.
અમેરિકાના મિસોરી રાજ્યના ગર્વનરે પણ પીએમ મોદીના સ્વાગત માટે એક વિડિયો પોસ્ટ કરીને કહ્યુ છે કે, અમારા રાજ્યના લોકો ભારતના વડાપ્રધાનનુ સ્વાગત કરવા માટે તૈયાર છે અને તેનાથી બંને દેશો વચ્ચેના વર્ષો જૂના ગાઢ સબંધો વધારે ગાઢ બનશે. બંને દેશ એક બીજા સાથે સહયોગ વધારવા માટે નજીક આવશે.