એલ.સી.બી. સ્ટાફના માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન સુરત શહેર, ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં જી.એસ.ટી.ને લગતાં ખોટાં દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી કાદરભાઇ ઉર્ફે પપ્પુભાઇ રફીકભાઇ ઉમરાણી હાલ ભીલવાડા સર્કલ પાસે ઉભેલ હોવાની બાતમી મળેલ , જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ આવતાં કાદરભાઇ ઉર્ફે પપ્પુભાઇ રફીકભાઇ ઉમરાણી નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.આ અંગે સુરત શહેર ડી.સી.બી. પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.