અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઇચ્છા લાંબા સમયથી વ્યક્ત કરતા આવ્યા હતા, તે પુરસ્કાર અંતે એક અનોખી રીતે તેમના સુધી પહોંચ્યો છે. નોબેલ શાંતિ પુરસ્કારની વાસ્તવિક વિજેતા વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ પોતાનો નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટ રૂપે અર્પણ કર્યો છે. આ ઘટના ગુરુવાર, 15 જાન્યુઆરીના રોજ વ્હાઇટ હાઉસમાં બની, જ્યાં મચાડો અને ટ્રમ્પ વચ્ચે પહેલીવાર સત્તાવાર મુલાકાત યોજાઈ હતી. અમેરિકા દ્વારા વેનેઝુએલાના વર્તમાન રાષ્ટ્રપતિ સામે કડક પગલાં લીધા બાદ આ મુલાકાતને રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચર્ચા એવી પણ છે કે ભવિષ્યમાં વેનેઝુએલાની જવાબદારી મચાડોને સોંપવાની સંભાવના છે, જોકે ટ્રમ્પ પ્રશાસને અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે હાલ તેઓ તે માટે તૈયાર નથી.
મચાડોએ નોબેલ શાંતિ પુરસ્કાર ટ્રમ્પને શા માટે આપ્યો તેની પાછળનો ભાવનાત્મક અને રાજકીય કારણ પણ તેમણે ખુલ્લેઆમ વ્યક્ત કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, આ પુરસ્કાર ટ્રમ્પને આપવો એ તેમની તરફથી આભાર અને સન્માનનો પ્રતીક છે. મચાડોએ ટ્રમ્પની “વેનેઝુએલાની સ્વતંત્રતા અને લોકશાહી માટેની અડગ પ્રતિબદ્ધતા”ની પ્રશંસા કરી અને કહ્યું કે અમેરિકા દ્વારા આપવામાં આવેલો સમર્થન વેનેઝુએલાની લોકશાહી લડાઈ માટે અત્યંત મહત્વનો રહ્યો છે. તેમણે ઉમેર્યું કે આ ભેટ વેનેઝુએલામાં લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે ટ્રમ્પની ભૂમિકાના સન્માન રૂપે આપવામાં આવી છે.
( @realDonaldTrump – Truth Social Post )
( Donald J. Trump – Jan 15 2026, 7:48 PM ET )
It was my Great Honor to meet María Corina Machado, of Venezuela, today. She is a wonderful woman who has been through so much. María presented me with her Nobel Peac… pic.twitter.com/7U7MeWvPy9
— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) January 16, 2026
મચાડોએ અમેરિકા અને વેનેઝુએલાની સ્વતંત્રતા સંઘર્ષ સાથે જોડાયેલી એક ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ભૂતકાળમાં પણ નેતાઓએ પરસ્પર એકતા, વિશ્વાસ અને મિત્રતાના પ્રતીક રૂપે એકબીજાને મેડલ અથવા સન્માન આપ્યા છે. તેમણે પોતાના પગલાંને તે પરંપરાની આગળ વધાર તરીકે વર્ણવ્યું. નોબેલ શાંતિ પુરસ્કાર હાથમાં લેતાં ડોનાલ્ડ ટ્રમ્પની ખુશી સ્પષ્ટ દેખાઈ હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “મારિયાએ મારા કામના સન્માનમાં મને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર આપ્યો. આ પરસ્પર સન્માન અને વિશ્વાસનો અત્યંત સુંદર ઇશારો છે. આભાર, મારિયા.”
આ ઉપરાંત ટ્રમ્પે મારિયા કોરિના મચાડોની ખુલ્લેઆમ પ્રશંસા પણ કરી. તેમણે કહ્યું કે વેનેઝુએલાની મચાડોને મળવું તેમના માટે ગૌરવની વાત છે અને તેઓ એક અદ્ભુત મહિલા છે, જેમણે પોતાના જીવનમાં ઘણું સહન કર્યું છે અને છતાં પણ લોકશાહી અને સ્વતંત્રતાની લડાઈ અડગ રીતે ચાલુ રાખી છે. આ મુલાકાત અને નોબેલ પુરસ્કારની ભેટને વૈશ્વિક રાજકારણમાં એક મહત્વપૂર્ણ અને પ્રતીકાત્મક ઘટનાના રૂપે જોવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel