સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે.જેમાં ગોહિલવાડના સંતોની તો વાત જ અલગ છે.ગોહિલવાડમાં બજરંગદાસ બાપા,મસ્તરામ બાપા,મદનમોહન દાસ બાપા જેવા સંતોનું અનેરું અનેરું યોગદાન રહ્યું છે.ત્યારે આજે ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસ બાપા ગત રાત્રીના 115 વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા.62 વર્ષ કરતા વધુ સમયથી સેવા કરતા અને”રામજી કી ઈચ્છા સે”વાક્યને જીવનમંત્ર બનાવી હનુમાનજી મહારાજની નાની દેરી માંથી શીખરબદ્ધ મંદિરના નિર્માણમાં મદનમોહનદાસ બાપાનો સર્વાધિક હિસ્સો રહ્યો છે.ગૌસેવા પરમોધર્મ મંત્રને અનુસરી ગાયોની સતત સેવા કરનારા આ મહંતની ગૌશાળા માં આજે પણ 1100 થી વધુ ગાયો છે. તેમજ તહેવારોમાં ગાયોને ઓરમું,લાડવા,માલપુવા નો પ્રસાદ પણ આપવામાં આવે છે.આ ઉપરાંત ભૂકંપ, વાવાઝોડા જેવા કપરા સમયમાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરતા આ મહંત ગત રાત્રીના બ્રહ્મલીન થતા ભક્તો નું ઘોડાપુર તેના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યું હતું.આજે વહેલી સવારે 7 થી 10 બાપાના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવ્યો હતો.જેમાં હજારો ભક્તો એ બાપા ના અંતિમ દર્શન કર્યા હતા.જ્યારે બાપાની અંતિમવિધિ હરિદ્વાર ખાતે કરવામાં આવશે.જેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
બાઈટ:કૉમલકાંત શર્મા, બાપા ના સેવક
રિપોર્ટ : સિદ્ધાર્થ ગોઘારી( ભાવનગર)