આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ સંસદમાં કાર્યવાહી કરવામાં આવી છે. તેમને સંપૂર્ણ ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના સભાપતિએ તેમની સામે આ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન, જ્યારે સાંસદો પ્રશ્નો પૂછી રહ્યા હતા, તે જ સમયે સંજય સિંહ સભાપતિની ખુરશીની સામે પહોંચી ગયા. ત્યાંથી તેઓ બૂમો પાડી રહ્યા હતા.
Opposition MPs are meeting with Rajya Sabha Chairman over the suspension of AAP MP Sanjay Singh for the current Monsoon session https://t.co/nrDSgN6YOj
— ANI (@ANI) July 24, 2023
સંપૂર્ણ ચોમાસુ સત્ર સસ્પેન્ડ રહેશે સંજય સિંહ
સભાપતિ દ્વારા વારંવાર સંજય સિંહને પોતાની સીટ પર બેસવા કહેવામાં આવ્યું પરંતુ તેઓ આ આદેશનું પાલન ન કર્યું. આ પછી પીયૂષ ગોયલે કહ્યું કે, સરકાર સંજય સિંહ વિરુદ્ધ સસ્પેન્શનનો પ્રસ્તાવ લાવી રહી છે અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. સભાપતિની મંજૂરી બાદ, સંજય સિંહને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બંને ગૃહમાં વિપક્ષો દ્વારા સુત્રોચ્ચાર કરાયો
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ગઈ છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન, મણિપુર પર વડા પ્રધાનના નિવેદનની માગણી સાથે રાજ્યસભા અને લોકસભા બંનેમાં વિપક્ષી સાંસદો દ્વારા સૂત્રોચ્ચાર ચાલુ છે. વિપક્ષો દ્વારા બંને ગૃહમાં સરકારને ઘેરી છે. હાલ બંને ગૃહને 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.