માઈક્રોસોફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં મધ્ય અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયામાં ઘણી કંપનીઓના કોમ્પ્યુટર અને લેપટોપ આપોઆપ બંધ થઈ ગયા હતા. બપોરે 12 વાગ્યે અનેક કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે, તેમના લેપટોપ અને કોમ્પ્યુટર આપમેળે બંધ થઈ ગયા છે. જેના લીધે બેન્કોથી માંડી સ્ટોક એક્સચેન્જ, એરલાઈન્સના કામકાજ પર અસર થઈ છે. મુસાફરો ચેક-ઈન કે ચેક આઉટ કરવા અસમર્થ બન્યા છે. અહેવાલો અનુસાર, ભારત અને અમેરિકામાં 147 એરલાઈન્સ રદ્દ કરવામાં આવી છે.
સ્ક્રિન પર એકાએક બ્લ્યૂ સ્ક્રિન આવી ગઈ
આ ખામીની અસર ભારતમાં પણ વ્યાપકપણે જોવા મળી હતી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ગુરુગ્રામમાં આવેલી વિવિધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની સિસ્ટમ પર અચાનક બ્લ્યૂ સ્ક્રીન દેખાવા લાગી હતી સ્ક્રીન પર એક મેસેજ પણ લખાયેલો હતો. જેમાં લખ્યું હતું કે તમારી સિસ્ટમને રિસ્ટાર્ટ કરવાની જરૂર છે. બ્લ્યૂ સ્ક્રીન એરર, જેને બ્લેક સ્ક્રીન એરર અથવા STOP કોડ એરર પણ કહેવાય છે, ત્યારે આવી શકે છે જ્યારે વિન્ડોઝમાં ગંભીર સમસ્યા સર્જાઈ હોય અને તે અચાનક કામ કરતી બંધ થઈ જાય.
ડિજિટલ વર્લ્ડ થંભી ગયું
વિશ્વની ટોચની સાયબર સિક્યોરિટી પ્લેટફોર્મ ક્રાઉડસ્ટ્રાઈકમાં ટેક્નિકલ ખામી સર્જાતાં માઈક્રોસોફ્ટની સેવાઓ અટકી પડી છે. અમેરિકાની ઈમરજન્સી 911 સેવાઓમાં ખામી સર્જાઈ છે. તેમજ આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ, બેન્કો, મીડિયા આઉટલેટ્સ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન થંભી ગયા છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં પણ બેન્કિંગ, ટેલીકોમ, મીડિયા આઉટલેટ અને એરલાઈન્સની સેવાઓ પ્રભાવિત થઈ છે. ઓસ્ટ્રેલિયાના નેશનલ સાઈબર સિક્યોરિટી કોઓર્ડિનેટરે કહ્યું કે દેશમાં આજે બપોરે મોટાપાયે અનેક કંપનીઓની સેવાઓ પ્રભાવિત થઇ હતી.
#ImportantUpdate: We are currently experiencing technical challenges with our service provider, affecting online services including booking, check-in, and manage booking functionalities. As a result, we have activated manual check-in and boarding processes across airports. We…
— SpiceJet (@flyspicejet) July 19, 2024
BREAKING: Mass disruption to payment systems in different parts of the world including Australia
— The Spectator Index (@spectatorindex) July 19, 2024