પ્રાઈવેટ સેક્ટરની મોટી બેન્ક Kotak Mahindra Bankની વિરૂદ્ધ RBI મોટા પગલા ભર્યા છે. ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગના માધ્યમથી નવા ગ્રાહકો જોડવા પર રોક લગાવી દીધી છે. બુધવારે શેર ભાવ 1.65 ટકા જેટલા વધીને 1842 રૂપિયા પર બંધ થયા હતા. નિયમોને અન દેખાઈ કરવા બદલ RBIએ આ પગલા લીધા છે.
Reserve Bank of India has today directed Kotak Mahindra Bank Limited to cease and desist, with immediate effect, from onboarding new customers through its online and mobile banking channels and issuing fresh credit cards.
These actions are necessitated based on significant… pic.twitter.com/ccMz1EJRlI
— ANI (@ANI) April 24, 2024
RBIએ નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો
આરબીઆઈએ નવા ક્રેડિટ કાર્ડ બહાર પાડવા માટે પણ પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ વર્તમાન ક્રેડિટ ધરાવતા ગ્રાહકો માટે આ સેવા ચાલુ રહેશે.
નવા ગ્રાહકો જોડવા પર રોક
ઓનલાઈન માધ્યમથી નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત મોબાઈલ બેંકિંગ દ્વારા નવા ગ્રાહકોને જોડવા પર પણ પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે.
Supervisory Action against Kotak Mahindra Bank Limited under Section 35A of the Banking Regulation Act, 1949https://t.co/WpQVDbN5Qu
— ReserveBankOfIndia (@RBI) April 24, 2024
હવે શું થશે?
આરબીઆઈએ કહ્યું છે કે અકસટર્નલ ઓડિટ પછી પ્રતિબંધોની સમીક્ષા કરવામાં આવશે.
આરબીઆઈએ શા પ્રતિબંધ મૂક્યો
આરબીઆઈનું કહેવું છે કે આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે, રિઝર્વ બેન્કે વર્ષ 2022 અને 2023 માટે બેંકની આઈટી સિસ્ટમ પર નજર રાખી અને તેમાં કેટલીક ખામી જોવા મળી હતી. બેન્કે આ સમસ્યાઓનો સમાધાન કર્યો નથી. બેન્કે તેના કોમ્પ્યુટર સાધનો, સોફ્ટવેર અપડેટ્સ અથવા તેની સિસ્ટમ્સને કોણ એક્સેસ કરી શકે તે અંગે કામ કર્યું નથી. સતત બે વર્ષ સુધી બેન્કે IT સુરક્ષાને કેવી રીતે હેન્ડલ કરવી તે અંગેના નિયમોનું પાલન કર્યું નથી