દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટી (આપ)ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને પહેલી વાર રાહત મળી છે. દિલ્હી કોર્ટે તેમને તેમની ભત્રીજીના લગ્ન માટે 3 દિવસના જામીન પર છોડવાનો આદેશ આપ્યો છે. તેઓ 13 થી 15 ફેબ્રુઆરી દરમિયાન જેલની બહાર રહેશે. સિસોદિયાએ ભત્રીજીના લગ્નમાં ભાગ લેવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પાસેથી વચગાળાના જામીન માંગ્યા હતા જેને કોર્ટે મંજૂર કર્યાં હતા.
1 વર્ષ બાદ બહારની હવાનો શ્વાસ લેશે
14 ફેબ્રુઆરીએ તેમની ભત્રીજી લખનઉમાં લગ્ન કરી રહી છે. ઇડીએ મનીષ સિસોદિયાની અરજીનો વિરોધ કર્યો હતો. જો કે કોર્ટે સિસોદિયાની અરજી માન્ય રાખીને તેમને ત્રણ દિવસ માટે લખનઉ જવાની મંજૂરી આપી હતી. તેમની ધરપકડ પછી આ પહેલીવાર છે જ્યારે સિસોદિયા જેલની બહાર રાત વિતાવશે.
#WATCH | Jailed AAP leader Manish Sisodia brought to Delhi's Rouse Avenue court for hearing on his regular bail application in Delhi excise policy case pic.twitter.com/gxhdEw6R3h
— ANI (@ANI) February 12, 2024
26 ફેબ્રુઆરીએ થઈ હતી ધરપકડ
ઉલ્લેખનીય છએ કે કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં મનીષ સિસોદિયાની સીબીઆઈએ ગત વર્ષે 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. આ પછી ઈડીએ પણ તેમને કસ્ટડીમાં લીધાં હતા ત્યારથી તેઓ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. નીચલી કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. તેમણે પત્નીની બીમારીનો હવાલો આપીને પણ રાહતની માંગ કરી હતી. જોકે, તાજેતરમાં જ તેને અઠવાડિયામાં એક વાર પત્નીને મળવાની મંજૂરી મળી હતી.