અમેરિકી સુપ્રીમકોર્ટે ગુરુવારે યુનિવર્સિટીમાં એડમિશનમાં જાતિ કે રંગને આધાર બનાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેના લીધે દાયકાઓ સુધી એફરમેટિવ એક્શન કહેવાતી જૂની પ્રથાને મોટો આંચકો લાગ્યો. ભારતીય મૂળના કોંગ્રેસી રો ખન્ના, રાષ્ટ્રપતિ બાયડેન, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સહિત અનેક લોકોએ આ નિર્ણયની આકરી ટીકા કરી છે જ્યારે ખુદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ નિર્ણયની તરફેણમાં છે.
ભારતીય મૂળના અમેરિકી સાંસદે શું કહ્યું ?
આ નિર્ણય અંગે ભારતીય મૂળના કોંગ્રેસી રો ખન્નાએ સુપ્રીમકોર્ટના આદેશની ટીકા કરી હતી. કોર્ટે તેના ચુકાદામાં કોલેજમાં જાતિ અને રંગના આધારે એડમિશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. રો ખન્નાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે અમેરિકી સુપ્રીમકોર્ટે આ દેશના ફ્યુચર્સ લીડર્સની સાથે ભયાનક અન્યાય કર્યો છે. એ મુદ્દે તો વાત જ થઈ રહી નથી કે તેનાથી વિદ્યાર્થીઓને કેવું નુકસાન થશે? ન ફક્ત અશ્વેત કે લેટિની વિદ્યાર્થીઓને પણ શ્વેત અને એશિયન અમેરિકી વિદ્યાર્થીઓને પણ. હાર્વર્ડ જનારા એ વિદ્યાર્થીઓ અંગે પણ વિચારો જે આ દેશના ભવિષ્યના રાજકીય નેતા, ભવિષ્યના રાષ્ટ્રપતિ, સેનેટર બનવા માગે છે. તમને લાગે છે કે તેમની પાસે આવું કરવાની સારી તક હશે, જો તે એવા ક્લાસમાં છે જેમાં આફ્રિકી અમેરિકી કે લેટિનોનું પ્રતિનિધિત્વ નથી. ખન્નાએ કહ્યું કે સુપ્રીમકોર્ટ બહુજાતીય લોકતંત્રમાં આ દેશના ભાવિ નેતાઓ સાથે અન્યાય કરી રહી છે.
Affirmative action was never a complete answer in the drive towards a more just society. But for generations of students who had been systematically excluded from most of America’s key institutions—it gave us the chance to show we more than deserved a seat at the table.
In the… https://t.co/Kr0ODATEq3
— Barack Obama (@BarackObama) June 29, 2023
બરાક ઓબામાએ કરી ટીકા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ટ્વિટ કરી કે વધારે ન્યાયપૂર્ણ સમાજ બનાવવાની દિશામાં સકારાત્મક કાર્યવાહી ક્યારેય પૂરતી નહોતી પણ વિદ્યાર્થીઓની અનેક પેઢીઓ માટે જેમણે અમેરિકાના મોટાભાગની મુખ્ય સંસ્થાનોથી વ્યવસ્થિત રીતે બહાર રખાયા હતા. તેણે આપણે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે આપણે બેન્ચ પર એકથી વધુ સીટોને લાયક છીએ. સુપ્રીમકોર્ટના તાજેતરના નિર્ણયને ધ્યાનમાં રાખી આપણે પ્રયાસો બમણાં કરવાનો સમય આવી ગયો છે. જ્યારે મિશેલ ઓબામાએ કહ્યું કે મારું હૃદય કોઈ પણ એવા યુવા માટે તૂટી જાય છે જે વિચારે છે કે તેમનું ભવિષ્ય શું છે અને તેમના માટે કેવી તકો રાહ જોઈ રહી છે.
કમલા હેરિસે આપી આકરી પ્રતિક્રિયા
આ મામલે અસહમતિ વ્યક્ત કરતાં કમલા હેરિસે કહ્યું કે આ અયોગ્ય નિર્ણય છે. આ અવસરથી ઈનકાર કરવા જેવું છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલતે આજે અફરમેટિવ એક્શન પર ચુકાદો આપ્યો અને હું તેના વિશે બોલવા મજબૂર છું. આ અનેક અર્થે અવસરથી ઈનકાર કરે છે. એમ કહેવું ખોટું નહીં હોય કે આ નિર્ણય રંગભેદની અવગણના છે. આ ઈતિહાસ પ્રત્યે આંખો મીંચી લેવા જેવું છે. અસમાનતાઓ વિશે અનુભવજન્ય પુરાવાઓની અવગણના કરવા સમાન છે અને એ શક્તિની અવગણના છે જે જુદા જુદા ક્લાસ, બોર્ડરુમમાં હોય છે.
ડોનાલ્ડ ટ્રમ્પ નિર્ણયની તરફેણમાં
ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસે ચુકાદામાં લખ્યું કે વિદ્યાર્થીઓ સાથે એક વ્યક્તિ તરીકે તેના અનુભવના આધારે વર્તન કરવું જોઈએ. જાતિના આધારે નહીં. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ નિર્ણયને ટેકો જાહેર કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે આ અમેરિકા માટે એક શાનદાર દિવસ છે.
રાષ્ટ્રપતિ બાયડેને કર્યો વિરોધ
અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડેને આ નિર્ણયને વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે તેને દેશ માટે સ્થાયી રહેવા ન દેવાય. આપણે તકના દરવાજા ખુલ્લા રાખવા પડશે. આપણે આગળના રસ્તા શોધવા પડશે.
Diversity is our strength, and we will find a way forward. pic.twitter.com/gjuKQq9Fv6
— Joe Biden (@JoeBiden) June 29, 2023