સિડનીમાં વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે અને ટ્રેનો રદ કરવામાં આવી છે.સિડની એરપોર્ટ પર બપોરે 3.10 વાગે 82 કિમી/કલાકની ઝડપે પવન જોવા મળ્યો હતો, જેમાં બપોરે 3 વાગ્યા પછી શહેરમાં ધોધમાર વરસાદ પણ પડ્યો હતો. શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. સાથે વાવાઝોડાને કારણે અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી.
ગિલ્ડફોર્ડના પાટા પર વૃક્ષ ધરાશાયી થવાને કારણે T2 ઇનર વેસ્ટ અને લેપિંગ્ટન લાઇન અને T5 કમ્બરલેન્ડ લાઇન પર કેબ્રામટ્ટા અને ગ્રાનવિલે વચ્ચેની ટ્રેનો રદ કરવામાં આવીછે. અનેક ટ્રેનના રુટ બદલવામાં આવ્યા છે. બ્લેકટાઉન સ્ટેશન પર ડઝનબંધ મુસાફરોની કતાર જોવા મળી હતી.”મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની સફરમાં વિલંબ કરે અથવા પછી મુસાફરી કરે” સિડની એક અધિકારીએ જણાવ્યું હતું. હજુ પણ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
A Severe Weather Warning has been issued for the Blue Mountains, Sydney Metropolitan and parts of the Illawarra Hunter and Mid North coast districts for Damaging Winds with wind gusts exceeding 90 km/h. https://t.co/qtoBMA4q51 pic.twitter.com/WIG5SIQFfn
— Bureau of Meteorology, New South Wales (@BOM_NSW) October 16, 2023
NSW કિનારે વાવાઝોડું ત્રાટક્યું
બ્યુરો ઓફ મીટીરોલોજીએ પહેલા પણે બ્લુ માઉન્ટેન્સ, સિડની અને ઇલાવરા, હન્ટર અને મિડ નોર્થ કોસ્ટના ભાગો માટે 90km સુધીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી હતી.સોમવારે સવારે 107kmની ઝડપે પવન ફૂંકાતા અને સરેરાશ 70kmની ઝડપે ગાબો ટાપુ સાથે દક્ષિણી બસ્ટર પહેલેથી જ દૂર પૂર્વીય વિક્ટોરિયા અને NSW કિનારે વાવાઝોડું ત્રાટક્યું હતું.
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી
વેધરઝોને જણાવ્યું હતું કે, મંગળવારે સવારે NSW સેન્ટ્રલ કોસ્ટથી મોજાની ઊંચાઈ પાંચ મીટર સુધી પહોંચી શકે છે.મુસાફરોને કહેવામાં આવી રહ્યું છે કે સિડનીમાં ભારે પવન ફૂંકાયા બાદ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારે પવનની સાથે શહેરમાં ધોધમાર વરસાદ પણ પડ્યો હતો.બ્લેકટાઉન સ્ટેશન પર ડઝનબંધ મુસાફરોની કતાર જોવા મળી હતી.બ્લુ માઉન્ટેન્સ, સિડની મેટ્રોપોલિટન અને ઇલાવરા હન્ટરના ભાગો અને મધ્ય ઉત્તર કિનારાના વિસ્તારોમાં 90 કિમી/કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાતા હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે.