click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ, મસ્જિદ કમિટીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- હાઈકોર્ટ જાઓ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ, મસ્જિદ કમિટીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- હાઈકોર્ટ જાઓ
Gujarat

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ, મસ્જિદ કમિટીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- હાઈકોર્ટ જાઓ

મસ્જિદ કમિટીએ વિવાદ સાથે સબંધિત 15 કેસોને એક સાથે જોડીને સુનાવણી કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો

Last updated: 2024/03/19 at 4:50 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી છે. મસ્જિદ કમિટીએ વિવાદ સાથે સબંધિત 15 કેસોને એક સાથે જોડીને સુનાવણી કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ વિષય કોર્ટમાં જ રાખો. ઉત્તર પ્રદેશના મથુરામાં બનેલી શાહી ઈદગાહ મસ્જિદ અંગેનો વિવાદ ખૂબ જૂનો છે જેના પર હાઈકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે.

Contents
હાઈકોર્ટ 15 કેસોની એક સાથે કરી રહી છે સુનાવણી: હિન્દુ પક્ષના વકીલશાહી ઈદગાહ અંગે શું છે વિવાદ?

જો કે, અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે, તમામ કેસોને મથુરા જિલ્લા કોર્ટમાંથી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા વિરુદ્ધ મસ્જિદ પક્ષની અરજી હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. મસ્જિદ કમિટીની એ અરજીની સુનાવણી એપ્રિલમાં થશે. આજનો કેસ 18માંથી 15 કેસને એકસાથે જોડવા વિરુદ્ધનો હતો. સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ નથી કર્યો. કોર્ટમાં આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરતા મસ્જિદ કમિટીને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવા માટે કહ્યું છે.

#WATCH | Advocate Vishnu Shankar Jain, representing the Hindu side says "Supreme Court asked Shahi Idgah Masjid to present its case in Allahabad High Court. Allahabad High Court had consolidated 15 cases suits concerning the Krishna Janmabhoomi-Shahi Idgah Masjid dispute to hear… pic.twitter.com/gO7BOU9zSF

— ANI (@ANI) March 19, 2024

હાઈકોર્ટ 15 કેસોની એક સાથે કરી રહી છે સુનાવણી: હિન્દુ પક્ષના વકીલ

હિંદુ પક્ષ તરફથી હાજર રહેલા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદને પોતાનો કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં રજૂ કરવા માટે કહ્યું છે. હાઈકોર્ટે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત 15 કેસને એકસાથે સુનાવણી માટે જોડી દીધા છે. તેમણે કહ્યું કે, આજે શાહી ઈદગાહ મસ્જિદ કમિટી એ આદેશ વિરુદ્ધ જ સુપ્રીમ કોર્ટમાં આવી હતી.

વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે પહેલા જ અલ્હાબાદ હાઈકોર્ટના એકત્રીકરણના આદેશ વિરુદ્ધ રિકોલ અરજી દાખલ કરી ચૂક્યા છો, તેથી પહેલા રિકોલ અરજી પર નિર્ણય આવી જાય ત્યારબાદ તમે સુપ્રીમ કોર્ટમાં આવી શકો છો.

શાહી ઈદગાહ અંગે શું છે વિવાદ?

હિન્દુ પક્ષનો દાવો છે કે, ઉત્તર પ્રદેશના મથુરામાં બનેલી શાહી ઈદગાહ મસ્જિદને શ્રીકૃષ્ણ જન્મભૂમિ ઉપર બનાવવામાં આવી છે. 2022માં આ જગ્યાને શ્રીકૃષ્ણ જન્મભૂમિ જાહેર કરવાની માગ વાળી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

હિન્દુ પક્ષનું કહેવું છે કે, ઓરછાના રાજા વીર સિંહ બુંદેલાએ સન 1618માં અહીં મંદિર બનાવ્યું હતું. જો કે, મુઘલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ પર મંદિરને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યુ હતું અને 1670માં અહીં શાહી ઈદગાહ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. બીજી તરફ શાહી ઈદગાહ મસ્જિદના સમર્થકોનું કહેવું છે કે મસ્જિદ વિવાદિત જગ્યા પર બનાવવામાં નથી આવી.

You Might Also Like

નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક

અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ

ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે

PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી

TAGGED: Masjid Committee dispute, Mathura Shrikrishna Janmabhoomi, Supreme Court rejects, Supreme Court rejects Masjid Committee's petition

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 19, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સ્નેક્સમાં કરો આ વસ્તુઓ સામેલ, જલદી ઘટવા લાગશે વજન, જાણો અહીં બેસ્ટ ઓપ્શન
Next Article ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદી માટે સૌથી મોટો ખતરો છેઃ કમલા હેરિસ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક
Gujarat Tapi મે 31, 2025
અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ
Bhavnagar Gujarat મે 31, 2025
ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા
Gujarat મે 30, 2025
ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે
Gujarat મે 30, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?