Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

“બૅન્ક ઑફ ઈન્ડિયા પેન્શનર ઍન્ડ રીટાયરી એસોસિએશન” દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

“બૅન્ક ઑફ ઈન્ડિયા પેન્શનર ઍન્ડ રીટાયરી એસોસિએશન” દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

‘બૅન્ક ઑફ ઈન્ડિયા પેન્શનર ઍન્ડ રીટાયરી એસોસિએશન, ખેડા અને આણંદ જિલ્લા યુનીટ દ્વારા મૂળજીભાઈ યુરોલોજીકલ (કીડની)
હોસ્પિટલ નડિયાદના સહયોગથી નડિયાદ ખાતે પ્રોસ્ટેટના ફ્રી નિદાન/ રીપોર્ટ જેનો ખર્ચ ₹3000/ હોય છે તથા જરૂર જણાય તો ફ્રી મેડીસીન અને ફ્રી ઓપરેશન, ઓપરેશનનો મીનીમમ ચાર્જ ₹ 1,50,000/ હોય છે તેના કેમ્પનું આયોજન બૅન્ક ઑફ ઈન્ડિયાના ખેડા અને આણંદ જિલ્લાના રીટાયરી સભ્યો માટે કરવામાં આવ્યું.

જે સફળતા પૂર્વક સંપન્ન થયું. ખેડા અને આણંદ જિલ્લાના 30 રીટાયરી સભ્યોએ તેનો લાભ લીધો. આ કેમ્પમાં કીડની હોસ્પિટલના શ્રી પ્રકાશભાઈ મેકવાન અને સ્ટાફનો ખૂબ સહયોગ રહ્યો. તેમનો માનવતા પૂર્ણ અભિગમ અને સહકાર સરાહનીય રહયો.

આ કાર્યક્રમમાં બૅન્ક ઓફ ઈન્ડિયા પેન્શનર અને રીટાયરી એસોસિએશન ગુજરાતના કારોબારી સભ્ય શ્રી કુમુદ ગોર,કાર્યક્રમના કોઑર્ડીનેટર શ્રી ગિરીશ ગામી, બૅન્કના રીટાયરી એરીયા મેનેજર શ્રી રાકેશ પટેલ, રીટા.સીનીયર મેનેજર શ્રી કે.એમ.કાપડિયા, શ્રી વી.ડી.પરમાર, શ્રી યુનુસ વ્હોરા, શ્રી સુરેશભાઈ ડાંગી તથા નડિયાદ અને આણંદ ના રીટાયરી સ્ટાફ મેમ્બર પણ હાજર રહ્યા’.

 

 

 

 

રિપોર્ટ- કુમુદ ગોર

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.