ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરોને શોધી કાઢવા માટે ગુજરાત પોલીસે મંગળવાર, 2 જૂનની મોડી રાત્રે રાજ્યવ્યાપી વિશેષ ઑપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદ, રાજકોટ અને ભરૂચ સહિતના અનેક શહેરોમાં પોલીસ દ્વારા સઘન સર્ચ અને વેરિફિકેશન અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોડી રાત્રે વિશેષ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ ટીમોએ શહેરના ચંડોળા, ગુલામબનગર, દાણીલીમડા, ખોડિયારનગર અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડીને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ શરૂ કરી હતી.
આ કામગીરી દરમિયાન કુલ 290 શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તમામ વ્યક્તિઓના ઓળખપત્રો, રહેણાંક પુરાવા અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે જ તેમની નાગરિકતા અંગે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
Ahmedabad, Gujarat | JCP Crime Branch Ahmedabad, Sharad Singhal, says, "In a major late-night crackdown, Ahmedabad Police and the Crime Branch launched a mega search operation targeting suspected illegal Bangladeshi infiltrators across various areas, including Chandola,…
— ANI (@ANI) June 3, 2026
131 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાથમિક તપાસના આધારે 131 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાની પુષ્ટિ થઈ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આશરે 160 જેટલા લોકોની હજુ પણ પૂછપરછ ચાલી રહી છે. તમામ શંકાસ્પદોને હાલ ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં રાખીને તેમની ઓળખ અને દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર તપાસ પૂર્ણ થયા બાદ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરનાર અથવા રહેતા લોકો સામે જરૂરી પગલાં લેવામાં આવશે.
રાજકોટમાં પણ પોલીસનું સર્ચ અભિયાન
રાજકોટ શહેરમાં પણ પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધ માટે રાત્રિ દરમિયાન વિશેષ ઑપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન 31 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ હાલ તેમની ઓળખ, દસ્તાવેજો અને નાગરિકતા અંગે તપાસ કરી રહી છે. તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચમાં પણ કાર્યવાહી
ભરૂચ જિલ્લામાં પણ પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીં પણ અમુક શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, અટકાયતમાં લેવાયેલા લોકોની સંખ્યા અને તેમની ઓળખ અંગેની વધુ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.
રાજ્યભરમાં ચકાસણી અભિયાન તેજ
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી વધુ સઘન બનાવવાના નિર્દેશ આપ્યા છે. તેના ભાગરૂપે પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ શહેરોમાં સંયુક્ત ચકાસણી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવા સર્ચ ઑપરેશન અને દસ્તાવેજ ચકાસણી અભિયાન ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel