click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરગામમાં 36 ઇંચ વરસાદથી કુદરતી આફત, સુરતમાં હજારો લોકોનું સ્થળાંતર, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરગામમાં 36 ઇંચ વરસાદથી કુદરતી આફત, સુરતમાં હજારો લોકોનું સ્થળાંતર, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat

ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરગામમાં 36 ઇંચ વરસાદથી કુદરતી આફત, સુરતમાં હજારો લોકોનું સ્થળાંતર, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. ઉમરગામમાં 36 ઇંચથી વધુ વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ, સુરતમાં હજારો લોકોનું સ્થળાંતર કરાયું. અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SEOCમાંથી સ્થિતિની સમીક્ષા કરી.

Last updated: 2026/07/23 at 11:54 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતમાં મેઘરાજાએ વિનાશક બેટિંગ શરૂ કરતાં દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગઈકાલથી અત્યાર સુધીમાં અંદાજે 36 ઇંચથી વધુ વરસાદ નોંધાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના મુખ્ય રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, અનેક મોંઘીદાટ કારો પાણીમાં ડૂબી ગઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોનું NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા બોટ મારફતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

Contents
સુરતમાં ખાડીઓ ઓવરફ્લો, 2,244 લોકોનું સ્થળાંતરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાંઅમદાવાદમાં પણ ધોધમાર વરસાદપશ્ચિમ રેલવે દ્વારા હેલ્પ ડેસ્ક શરૂઆગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી

વરસાદના આંકડાઓ મુજબ ઉમરગામમાં 35.67 ઇંચ, કપરાડામાં 29 ઇંચ, નાનાપોઢામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે. માત્ર રાત્રે 1 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 17.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પણ રાજ્યના 108 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ ઉમરગામમાં આશરે સાડા 7 ઇંચ વરસાદ પડ્યો.

સુરતમાં ખાડીઓ ઓવરફ્લો, 2,244 લોકોનું સ્થળાંતર

સુરત શહેરમાં સવારે 4થી 8 વાગ્યા દરમિયાન 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી ભેદવાળ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. અન્ય ખાડીઓ પણ ભયજનક સપાટીએ વહેતી હોવાથી તંત્ર એલર્ટ પર છે. સુરક્ષા માટે ખાડી નજીક રહેતા 2,244 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં

દક્ષિણ ગુજરાતમાં વરસાદી સ્થિતિ ગંભીર બનતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચ્યા હતા. તેમણે સુરત, વલસાડ, નવસારી સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે સીધી સમીક્ષા કરી અને રાહત-બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચનાઓ આપી.

સરકારે નાયબ મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા છે. સાથે જ કમિશનર રેમ્યા મોહન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશનર આલોક પાંડે સહિતના વરિષ્ઠ IAS અધિકારીઓને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરમાં સવારે 9 વાગ્યા બાદ અચાનક ભારે વરસાદ શરૂ થતાં બોપલ, એસજી હાઈવે, વાડજ, ઉસ્માનપુરા, નારણપુરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને બોપલ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પશ્ચિમ રેલવે દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ હેલ્પ ડેસ્ક શરૂ કર્યા છે.

  • અમદાવાદ રેલવે સ્ટેશન (પ્લેટફોર્મ-1): 079-22147997
  • સાબરમતી રેલવે સ્ટેશન: 7043028680
  • પાલનપુર રેલવે સ્ટેશન: 9484698141
  • વીરમગામ રેલવે સ્ટેશન: 9213527587

મુસાફરોને ટ્રેનમાં મુસાફરી પહેલાં ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવાની અપીલ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

  • 24 જુલાઈ: પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં અતિભારે વરસાદની શક્યતા.
  • સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી.
  • અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની શક્યતા.
  • 25 અને 26 જુલાઈએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ગુજરાતના 19 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

TAGGED: @india, Ahmedabad Rain, bhupendra patel, Flood Rescue, gujarat, Gujarat Flood News, Gujarat Heavy Rain, Gujarat Rain News, Gujarat Red Alert, IMD Weather Update, Monsoon News, oneindianews, Rain Alert India, South Gujarat Rain, Surat Flood, Umargam Rain, Valsad Rain, Weather Alert Gujarat

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ગુજરાતના 19 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરગામમાં 36 ઇંચ વરસાદથી કુદરતી આફત, સુરતમાં હજારો લોકોનું સ્થળાંતર, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat જુલાઇ 23, 2026
અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ગુજરાતના 19 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Ahmedabad Gujarat જુલાઇ 23, 2026
TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?