યુરોપનો એક દેશ લાતવિયા હાલના સમયમાં ગંભીર લૈંગીક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પુરુષોની તંગી એટલી હદે પહોંચી ગઈ છે કે તેને પરિણામે અંહી મહિલાઓની વચ્ચે કલાકોના હિસાબે પતિને ભાડા પર લેવાની સર્વિસમાં જોરદાર તેજી આવી ગઇ છે. આ અસ્થાયી પતિઓની મદદથી આ મહિલાઓ ઘરના નાના-મોટા કામો જેવા કે થરમાં સમારકામ અથવા થરની જવાબદારીઓ પુર્ણ કરાવે છે.
આ ઉપરાંત અકેલાપણાને દુર કરવા માટે પણ વાત કરવા પતિ ભાડે લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લાતવિયાઈ સમાજની આ ગંભીર સ્થિતિ લૈંગીક અસંતુલનના કારણે સર્જાઈ છે. આ દેશમાં મહિલાઓની તુલનાએ પુરુષોની સંખ્યા લગભગ ૧૫.૫ ટકા નીચી છે. આ પ્રમાણ યુરોપિયન સંઘની સરેરાશની તુલનાએ ત્રણ ગણું ઓછું છે. અહેવાલો અનુસાર આ દેશમાં પુરુષોની સરેરાશ વય પણ મહિલાઓની સરેરાશ વય કરતાં ઓછી છે. અંહી ૬૫ વર્ષ કરતાં વધારે વયના લોકોમાં પુરુષોની સામે મહિલાઓની સંખ્યા બમણા કરતાં પણ વધારે છે.
અહેવાલો અનુસાર આ દેશમાં રોજબરોજના કામકાજમાં પણ પુરુષોની કમી તરત જ જોવા મળે છે. ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કરતી દાનિયા નામની એક મહિલાએ જણાવ્યું હતું કે તેની તમામ સહકર્મચારી મહિલાઓ છે. તે કહે છે કે પુરુષ કર્મચારી શોધવા માટે તેણે ખુબ પ્રયાસો કર્યા પણ હજુ સુધી કોઇ મળ્યું નથી. દાનિયાની મહિલા મિત્ર જેન કહે છે કે લગ્નના મોરચે પણ મહિલાઓની સ્થિતિ સમાન છે કેમ કે સારો પુરુષ મિત્ર મળતો નથી. આને પરિણામે જ આ દેશની મહિલાઓ લગ્ન માટે વિદેશ જવા મજબૂર થાય છે. આ દેશમાં અનેક મહિલાઓ એકલી રહેથી હોવાના કારણે જ હવે પતિ ભાડે લેવાની સર્વિસ શરૂ થઇ ગઇ છે. આના માટે સ્પેશિયલ એજન્સીઓ કામ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel