માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાની ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત ભારત માટે ટેકનોલોજી ક્ષેત્રે મહત્ત્વનો મોર્ચો સાબિત થઈ છે. આ મુલાકાત દરમિયાન માઇક્રોસોફ્ટે ભારતમાં ૧૭.૫ અબજ ડોલર (અંદાજે ૧.૫ લાખ કરોડ રૂપિયા) ના વિસ્ફોટક રોકાણની જાહેરાત કરી—જે એશિયા ખંડમાં કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પર પીએમ મોદીને આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારતનું એઆઈને લઈને દ્રષ્ટિકોણ, ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા, અને ઇનોવેશનને લઈને ઉત્સાહ તેમને પ્રેરિત કરે છે. નડેલાએ સ્પષ્ટ કર્યું કે માઇક્રોસોફ્ટ ભારતને “AI-first future” તરફ લઈ જવા માટે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલિંગ અને સોવરીન ક્ષમતા કેળવવા માટે પ્રતિબદ્ધ છે.
Thank you, PM @narendramodi ji, for an inspiring conversation on India’s AI opportunity. To support the country’s ambitions, Microsoft is committing US$17.5B—our largest investment ever in Asia—to help build the infrastructure, skills, and sovereign capabilities needed for… pic.twitter.com/NdFEpWzoyZ
— Satya Nadella (@satyanadella) December 9, 2025
આ જાહેરાત પહેલાં માઇક્રોસોફ્ટ બેંગ્લુરુમાં ક્લાઉડ અને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પહેલેથી જ ૩ અબજ ડોલરનું રોકાણ કરી ચૂકી હતી, એટલે કે નવું 17.5 અબજ ડોલર તેના ઉપરાંતનું રોકાણ છે. આ અંદાજે 1.5 લાખ કરોડ રૂપિયાના રોકાણમાં મોટા પાયે નવા ડેટા સેન્ટર સ્થાપવા, એઆઈ અપસ્કિલિંગ કાર્યક્રમો, અને ભારતમાં માઇક્રોસોફ્ટની હાજરીને વધુ મજબૂત કરવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. કંપનીનું માનવું છે કે ભારત એઆઈ રેવોલ્યુશનના સૌથી મહત્વના સમયમાં છે—દેશની યુવા વસ્તી, સ્ટાર્ટઅપ કલ્ચર, અને સરકારી ટેક-પ્રોત્સાહક નીતિઓ તેને એઆઈના વૈશ્વિક નેતા તરીકે ઉભું કરી શકે છે. કંપનીએ જણાવ્યું કે ભારત ટેક આધારિત સમાવેશી વૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે અને આર્થિક પરિવર્તનના નવા યુગમાં પ્રવેશી રહ્યું છે. આ જ કારણ છે કે માઇક્રોસોફ્ટે આગામી ચાર વર્ષ માટે ભારતને પોતાના એશિયાના સૌથી મોટા રોકાણના કેન્દ્ર તરીકે પસંદ કર્યું છે.
આ ટેક ઈકોસિસ્ટમમાં ભારતની વધતી ભૂમિકા માત્ર માઇક્રોસોફ્ટ સુધી મર્યાદિત નથી. ઓક્ટોબરમાં ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ પણ પીએમ મોદીને મળ્યા હતા અને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એઆઈ હબ બનાવવા માટેની યોજનાઓ અંગે ચર્ચા કરી હતી. ગૂગલ પણ પોતાના અત્યાર સુધીના સૌથી મોટા ભારતીય રોકાણ સાથે આગળ આવ્યું છે. ગૂગલે વિશાખાપટ્ટનમમાં ડેટા સેન્ટર, એઆઈ બેઝ અને અન્ય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે અદાણી જૂથ સાથે ભાગીદારી કરી છે. કંપની આગામી પાંચ વર્ષમાં ભારતમાં 15 અબજ ડોલર (અંદાજે 1.25 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરવાની યોજના ધરાવે છે.
When it comes to AI, the world is optimistic about India!
Had a very productive discussion with Mr. Satya Nadella. Happy to see India being the place where Microsoft will make its largest-ever investment in Asia.
The youth of India will harness this opportunity to innovate… https://t.co/fMFcGQ8ctK
— Narendra Modi (@narendramodi) December 9, 2025
માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી વૈશ્વિક ટેક દિગ્ગજોની આ જાહેરાતો દર્શાવે છે કે ભારત હવે વિશ્વનું સૌથી ઝડપથી ઉદયમાન AI અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બની રહ્યું છે. આ રોકાણો માત્ર ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે તેમ નહીં, પણ લાખો યુવાનોને સ્કિલિંગ, નવી નોકરીઓ, અને ઇનોવેશનના નવા અવસરો પણ આપશે. દેશની ટેકનોલોજી શક્તિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં આ વિકાસ ઐતિહાસિક પરિવર્તન લાવશે તે નક્કી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel