પૂર્વ મિસ વર્લ્ડ સ્પર્ધક શેરિકા ડી અરમાસનું નિધન થયું છે. તેમએ 2015 માં મિસ વર્લ્ડ સ્પર્ધામાં ઉરુગ્વેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એક અહેવાલ પ્રમાણે શેરિકા ડી અરમાસ સર્વાઈકલ કેન્સર સામેની લડાઈ હારી ગઈ હતી અને 13 ઓક્ટોબરે 26 વર્ષની વયે તેનું અવસાન થયું હતું. ડી અરમાસે કીમોથેરાપી અને રેડિયોથેરાપી સારવાર પણ કરાવી હતી.
શેરીકા ડી અરમાસને તમામ ચાહકો અને સેલેબ્સ શ્રદ્ધાંજલી આપી રહ્યા છે
શેરીકા ડી અરમાસના મોતથી તેમના ચાહકો આઘાતમાં છે અને ઉરુગ્વે તથા વિશ્વભરમાં શોકની લહેર છે. બીજી તરફ તેમના ભાઈ મયક ડી અરમાસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, હંમેશા ઉંચી ઉડાન ભરો નાની બહેન.. મિસ યુનિવર્સ ઉરુગ્વે 2022 કાર્લા રોમેરોએ શોક વ્યક્ત કરતા લખ્યું કે, મિસ ડી અરમાસ આ દુનિયા માટે ખૂબ જ ઈવોલ્વડ હતી. હું અત્યાર સુધીમાં જેટલી પણ મહિલાઓને મળી તેમાંથી સૌથી ખૂબસુરત મહિલાઓમાંથી એક હતી.
એક મોડેલ બનવા માંગતી હતી ડી અરમાસ
26 વર્ષની શેરિકા ડી અરમાસ 2015માં ચીનમાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ટોપ 30માં નહોતી. જો કે, તે સ્પર્ધામાં કન્ટેસ્ટન્ટ માત્ર છ 18 વર્ષની છોકરીઓમાંની એક હતી. તે સમયે નેટયુરુગ્વે સાથેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હું હંમેશા એક મોડેલ બનવા માંગતી હતી. પછી ભલે તે બ્યુટી મોડલ હોય, એડ મોડલ હોય કે કેટવોક મોડલ હોય. મને ફેશન સાથે સંબંધિત દરેક વસ્તુ ગમે છે અને મને લાગે છે કે બ્યૂટી પેઝેન્ટમાં કોઈપણ છોકરીનું સ્વપ્ન મિસ યુનિવર્સમાં ભાગ લેવાની તક મેળવવાનું હોય છે. પડકારોથી ભરેલા આ અનુભવને જીવવામાં સક્ષમ હોવાથી હું ખૂબ જ ખુશ છું.
ડી અરમાસે પોતાની મેક-અપ લાઈન પણ લોન્ચ કરી હતી
ડી અરમાસે પોતાની મેક-અપ લાઈન પણ લોન્ચ કરી હતી અને શે ડે અરમાસ સ્ટૂડિયોના નામે હેર અને પર્સનલ કેરથી રિલેટેડ પ્રોડક્ટ્સ સેલ કરતી હતી. મોડલે પોતાનો સમય પેરેજ સક્રેમિની ફાઉન્ડેશનને પણ ડેડિકેટ કર્યો જે કેન્સરથી પીડિત બાળકોની સારવાર કરે છે.