કપડવંજ શહેર પાસેથી પસાર થતી વરાંસી નદી પર 1997 ના વર્ષમાં ચેકડેમ બનાવવામાં આવેલ હતો. તેના થકી કપડવંજ શહેરને પીવાના પાણી પૂરું પાડવામાં આવતું હતું. જો કે સમયાંતરે આ ચેકડેમ તૂટી જવાથી પાણી વેડફાઈ જતું હતું.
વર્ષો અગાઉ કપડવંજ નગરપાલિકા વિસ્તારમાં વરાંસી પંપીંગ સ્ટેશન પાસે કપડવંજ નગરપાલિકા દ્વારા વરાંસી નદી પર 1997 માં ચેકડેમ બનાવેલ જે ચેકડેમથી આજુબાજુના ગામડાઓને સિંચાઈ માટે કુવાના તળોમાં પાણીનો સ્ત્રોત રહેતો હતો. પરંતુ પ્રતિવર્ષ ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવે ત્યારે ચેકડેમનો દરવાજાને નુકસાન થયું હતું અને પાણી ડેમમાં ભરાતું ન હતું અને વહી જતું હતું તેમ જ ચેકડેમનું સમારકામ થાય તેમ ન હોય નવો ચેક ડેમ બનાવવાની જરૂરિયાત ઊભી થતા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ, એપીએમસી પૂર્વ ચેરમેન નિલેશ પટેલ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી હતી. જેમના અથાગ પ્રયત્નોથી સરકાર દ્વારા નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા યોજના અંતર્ગત નવીન ચેકડેમ બનાવવા માટેની મંજૂરી મળી જતા ₹2.40 કરોડના ખર્ચે નવીન ચેકડેમ બનાવવામાં આવશે. જેનાથી કપડવંજ વરાંસી નદી પરના ચેકડેમ બનવાથી 15 થી વધુ ગામોના ખેડૂતોને તેનો લાભ મળી રહેશે. જેનાથી ગામોને પીવાના પાણીની પશુપાલન તેમજ ખેતી માટે સિંચાઈનો પ્રશ્ન હલ થશે.