મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મિત્ર મંડળ મોડાસા દ્વારા એક દિવસે પ્રવાસ પોલો ફોરેસ્ટ અંબિકા એક્ઝોટિકા વોટરપાર્ક એન્ડ રિસોર્ટ ખાતે યોજાયો હતો. જેમાં મોડાસામાં વસતા 53 જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રવાસમાં જોડાનાર સૌ માટે કીટ આપવામાં આવી હતી. જેનું સૌજન્ય ગૌરાંગભાઈ શાહ, મનીષભાઈ એમ ઠેકડી, નિખિલભાઇ ઠેકડી, બકુલભાઈ શાહ તરફથી મળ્યું હતું.
પ્રવાસ મોડાસા થી ઉપડી શામળાજી મંદિર અને ત્યારબાદ પોલો ફોરેસ્ટ વોટરપાર્ક અને રિસોર્ટમાં ગયા હતા. શામળાજી ખાતે રાજેશભાઈ ઠેકડી તરફથી પ્રવાસમાં જોડાયેલ સૌ માટે ચા નું સૌજન્ય મળ્યું હતું. આ પ્રવાસમાં મનીષભાઈ જે ઠેકડી, તુષારભાઈ શાહ, તેજસ શાહ તથા મિનેશભાઈ શાહ તરફથી આર્થિક સહયોગ મળ્યો હતો. જ્યારે મિનેષભાઈ એમ શાહ તરફથી પ્રવાસમાં જોડાનાર સૌને આઈસ્ક્રીમનું સૌજન્ય મળ્યું હતું.
સૌ જ્ઞાતિજનો એ આ પ્રવાસને આનંદ અને ઉત્સાહથી માણ્યો હતો અને દીર્ઘ સમય માટેની યાદગીરી મેળવી હતી. પ્રવાસમાં જોડાયેલ વડીલો, મિત્રો, બહેનો તેમ જ બાળકોએ રિસોર્ટમાં મન ભરીને રમતો રમ્યા હતા. ડાન્સ ગરબા તેમજ વોટર પાર્કની મજા માણી હતી.
પ્રવાસમાં દરમિયાન રમતો રમાડવામાં આવી હતી જેમાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.
અંતે પ્રવાસમાં જોડાનાર સૌનો તથા સૌ હોદ્દેદારશ્રીઓ નો પ્રમુખશ્રી બીજલભાઇ શાહે હૃદય પૂર્વક આભાર માન્યો હતો. જ્યારે પ્રવાસમાં જોડાયેલ વડીલોએ પ્રમુખશ્રીને સુંદર પ્રવાસનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.