Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

મોદી સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલી નાખ્યું, હવે રાજધાનીનું નામ થશે ‘શ્રી વિજયપુરમ’

મોદી સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલી નાખ્યું, હવે રાજધાનીનું નામ થશે ‘શ્રી વિજયપુરમ’

કેન્દ્રની મોદી સરકારે  પોર્ટ બ્લેરને લઈને મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે આંદામાન અને નિકોબારની રાજધાનીનું નામ બદલીને પોર્ટ બ્લેર કરી દીધું. હવે પોર્ટ બ્લેર શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે.

કેન્દ્રીય પ્રધાન અમિત શાહે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે દેશને ગુલામીના તમામ પ્રતીકોમાંથી મુક્ત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી પ્રેરિત, ગૃહ મંત્રાલયે આજે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજયપુરમ કરવાનો નિર્ણય લીધો છે. શ્રી વિજયપુરમ નામ આપણા આઝાદી માટેના સંઘર્ષ અને તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણા દેશની સ્વતંત્રતા અને ઈતિહાસમાં આ ટાપુનું આગવું સ્થાન છે.

 

ચોલા સામ્રાજ્યમાં નૌકાદળની ભૂમિકા ભજવનાર આ ટાપુ આજે દેશની સુરક્ષા અને વિકાસને વેગ આપવા માટે તૈયાર છે. આ ટાપુ એ સ્થાન પણ છે જ્યાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝે સૌપ્રથમ તિરંગો ફરકાવ્યો હતો અને વીર સાવરકર અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓએ સેલ્યુલર જેલમાં ભારત માતાની સ્વતંત્રતા માટે લડ્યા હતા.તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્ર સરકાર આંદામાન અને નિકોબારમાં ઘણા ટાપુઓના નામ બદલી ચૂકી છે. અગાઉ, ભારત સરકારે રોસ આઇલેન્ડનું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આઇલેન્ડ કર્યું હતું. સરકારે નીલ દ્વીપને શહીદ દ્વીપ અને હેવલોક દ્વીપને સ્વરાજ દ્વીપ નામ આપ્યું છે.

 

અગાઉ, ભારત સરકારે રોસ આઇલેન્ડનું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આઇલેન્ડ કર્યું હતું. સરકારે નીલ દ્વીપને શહીદ દ્વીપ અને હેવલોક દ્વીપને સ્વરાજ દ્વીપ નામ આપ્યું છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.