દેશમાં ધીરે ધીરે ચોમાસુ હવે આગળ વધી રહ્યું છે. કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. 24 કલાકમાં આખા કેરળમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
તો બીજી બાજુ, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. પવનની દિશા બદલાતા વરસાદની સંભાવના સેવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે તો સાયકલોનના કારણે પવનમાં ભેજ હોવાથી વરસાદી માહોલ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. રાજ્યભરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ રેહશે.
હાલ વાવાઝોડું દરિયામાં પોરબંદર થી 930 કિલોમીટર દૂર છે. દરિયામાં હાલ 130 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિ વધશે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિ રહે. 40 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. 20 થી 25 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ આવી શકે છે.