મહુવા કૈલાસ ગુરુકુળમાં મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવ સંગોષ્ઠીનો પ્રારંભ થયો છે. આ સંગોષ્ઠીમાં વક્તા વિદ્વાનો દ્વારા સંવાદ લાભ મળી રહ્યો છે.
મોરારિબાપુ પ્રેરિત પાંચ દિવસીય ઉપક્રમનાં પ્રારંભે તુલસી રોપમાં પાણી સિંચવા સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.
હરિશ્ચંદ્ર જોષીનાં પ્રારંભિક સંચાલન સાથે તુલસી સાહિત્ય સંગોષ્ઠી પ્રારંભે મોરારિબાપુએ વક્તા કથાકારોનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
મહુવા કૈલાસ ગુરુકુળમાં તુલસી જન્મોત્સવ પ્રસંગે આ તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વક્તા વિદ્વાનો દ્વારા સંવાદ લાભ મળી રહ્યો છે. પ્રારંભ પ્રથમ સત્રમાં રામકૃષ્ણદાસજી (અયોધ્યા), પીલેરામ શર્મા (છત્તીસગઢ), પ્રેમા સખી (અયોધ્યા), અરવિંદદાસજી (ઋષિકેશ), કિશોરી પ્રિયા (અયોધ્યા), અમોદ ઝા (મુંબઈ), દેવીપ્રસાદ ત્રિવેદી (કાનપુર), મદનમોહન દાસ (જોધપુર) તથા રામદાન પાંડે (વૃંદાવન) દ્વારા રામચરિત માનસ સાથેનાં પાત્ર, પ્રસંગ તેમજ સંસ્કૃતિ સંદર્ભે મનનીય ઉદ્બોધન લાભ મળ્યો.
તુલસી સાહિત્ય સંગોષ્ઠી બીજા સત્રમાં પુરેન્દ્ર પાંડે (વારાણસી), સંપતી કુમાર (હરદોઈ), દીપક મિશ્રા (ભાગલપુર), સુધીરચરણજી (અયોધ્યા), બ્રજેશ્વરીદેવી (છત્તીસગઢ), મહાવીરપ્રસાદ બ્રહ્મચારી (ઝાંસી), ધર્મભૂષણ શ્યામસુંદરજી (કોલકાતા), યશોમતીજી (દેવધર) તથા નરહરિદાસજી (અયોધ્યા) દ્વારા ચિંતન સભર વક્તવ્યો આપવામાં આવ્યાં. આ સત્રનાં સંચાલનમાં સંજય ત્રિપાઠી રહ્યાં હતાં.