ઐતિહાસિક સ્થાન ધોળામાં સંત ધનાબાપાની ૧૭૯મી પુણ્યતિથી પ્રસંગે ૧૭૯ કરતાં વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરતી, પૂજા, કથા સત્સંગ અને પ્રસાદ સાથે સાથે પ્રકૃતિ વંદનાનું પ્રેરક કાર્ય થયું છે.
ગોહિલવાડની ઐતિહાસિક જગ્યા ધનાભગત જગ્યા ધોળામાં મહંત બાબુરામ ભગતનાં નેતૃત્વમાં સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરતી, પૂજા, કથા સત્સંગ અને પ્રસાદ સાથે સાથે પ્રકૃતિ વંદનાનું પ્રેરક કાર્ય થયું છે.
આ પ્રસંગે કથાકાર ભાર્ગવદાદા દ્વારા ધનાબાપા જીવન ચરિત્ર ગાન કરવામાં આવેલ. અહીંયા રામબાપુ સાથે સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી. વિશ્વાનંદ માતાજી અને ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.
ધોળામાં આ ધર્મસ્થાનમાં ધનાબાપા સેવા સંસ્થાન અને અગ્રણીઓનાં સંકલન સાથે આ પ્રસંગે આરતી, પૂજા, કથા સત્સંગ , ગાયોને નીરણ, કૂતરાને લાડવા, પક્ષીઓને ચણ, કીડિયારું અને ભાવિકોને પ્રસાદ સાથે વૃક્ષારોપણનાં આયોજનમાં સૌ ભાવ આસ્થા સાથે જોડાયાં. સંસ્થાનાં પ્રમુખ ગણેશભાઈ ખુંટ અને સભ્યો તથા સેવકો દ્વારા જહેમત રહી.