ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પાકા ઘરો બાંધવા માટે 72398.44 કરોડની કેન્દ્રીય સહાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે, 28 રાજ્યો અને 08 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ર47,332 કરોડની કેન્દ્રીય સહાયના ઉપયોગ સાથે નાણાકીય વર્ષ 2020-21થી કુલ 39,63,232 પાકા ઘરો બાંધવામાં આવ્યા છે. કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોરે આ માહિતી 24 જુલાઈ 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં રજૂ કરી હતી.
મંત્રીના નિવેદન અનુસાર, આ યોજનામાં ત્રણ કેન્દ્ર પ્રાયોજિત ઘટક (CSS) રહેલા છે જેમકે, લાભાર્થી આધારિત વ્યક્તિગત ઘર નિર્માણ અથવા વધારો (BLC), ભાગીદારીમાં કિફાયતી આવાસ (AHP) અને સ્વ- સ્થળ ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ યોજના (ISSR), અને એક કેન્દ્ર ક્ષેત્ર ઘટક (CS) ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના. આ યોજનાના કેન્દ્ર પ્રાયોજિત ઘટક (CSS)માં વાર્ષિક 7 3 લાખ સુધીની આવકમર્યાદા ધરાવતા આર્થિક રીતે પછાત (EWS)ના લાભાર્થીઓ, જ્યારે કેન્દ્ર ક્ષેત્ર ઘટક (CS)માં વાર્ષિક 7 18 લાખની આવક ધરાવતા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.
યોજના – શહેરી (PMAY-U) યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં બાંધવામાં આવેલા પાકા ઘરોની સંખ્યા તથા રાજ્ય સરકારોએ આ યોજના હેઠળ આપવામાં આવેલી કેટલી કેન્દ્રીય સહાયનો ઉપયોગ કર્યો છે તે અંગે જાણવા માગતા હતા. નિવેદન અનુસાર, PMAY-U હેઠળ આશરે હૈં 2 લાખ કરોડની કેન્દ્રીય સહાય સાથે 118.90 લાખ ઘરોને મંજૂરી અરાઈ છે. જેમાંથી 112.22 લાખ ઘરોનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે, જેમાંથી 10-07-2023ની સ્થિતિએ 75.31 લાખ ઘરોનું નિર્માણ કાર્ય પૂરું થયું છે અથવા તો સોંપી દેવાયા છે. આ યોજના અંતર્ગત આજની તારીખ સુધીમાં કુલ ૬ 1.47 લાખ કરોડની કેન્દ્રીય સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે.
મંત્રીના નિવેદન અનુસાર CLSSને બાદ કરતાં, PMAY-Uનો અમલીકરણ ગાળો અગાઉ 31-03-2022 સુધી નિર્ધારીત કરાયો હતો, જે હવે ફંડિંગની પેટર્નકેઅમલીકરણની પદ્ધતિમાંબદલાવ વગર 31–12–2024 સુધી લંબાવાયો છે, જેમાં આ યોજનાના સમયગાળા અર્થાત્ 31-03-2022 સુધીમાં મંજૂરી પામેલા નથવાણી પ્રધાનમંત્રી આવાસ તમામ ઘરોનું નિર્માણ પૂર્ણ કરાશે.