મુંબઈના એગ્રીપાડા વિસ્તારમાંથી મહિલા સુરક્ષાને લઈને ચિંતાજનક અને શરમજનક ઘટના સામે આવી છે. 19 વર્ષની યુવતીને તેના પૂર્વ સહકર્મી દ્વારા સતત અશ્લીલ મેસેજ, બીભત્સ વીડિયો અને ફોન કોલ દ્વારા માનસિક રીતે હેરાન કરવામાં આવી રહી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી અશરફ સિદ્દીકીની ધરપકડ કરી છે. આ ઘટના ફરી એકવાર કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા અને ડેટા પ્રાઈવસી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
ઘટનાની વિગત
પીડિત યુવતી મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલી પિરામલ કન્સ્ટ્રક્શન કંપનીમાં ટેલીકોલર તરીકે કામ કરતી હતી. નોકરી દરમિયાન આરોપી સાથે તેની ખાસ ઓળખાણ નહોતી. પરંતુ યુવતીએ નોકરી છોડી દીધા બાદ આરોપીએ કંપનીના વોટ્સએપ ગ્રુપમાંથી તેનો નંબર મેળવી તેની સાથે સંપર્ક શરૂ કર્યો હતો.
21 એપ્રિલ 2026ના રોજ આરોપીએ યુવતીને ‘અશરફ પિરામલવાળા’ તરીકે ઓળખ આપી મેસેજ કર્યો. શરૂઆતમાં મીઠી વાતો કરીને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટૂંક સમયમાં જ તેણે અશ્લીલ અને ગંદી વાતો શરૂ કરી દીધી હતી.
Mumbai, Maharashtra: A 19-year-old woman from the Agripada area in Mumbai has filed an FIR alleging harassment by her colleague, who has been arrested by Agripada Police.
The Victim says, "I was working there as a telecaller. I used to do calling work. We got to know each other… pic.twitter.com/rClBAZtLGH
— IANS (@ians_india) April 24, 2026
એક કલાક સુધી હેરાનગતિ, કોલ રેકોર્ડિંગ બન્યું મહત્વપૂર્ણ પુરાવો
આરોપીએ વોટ્સએપ કોલ કરીને લગભગ એક કલાક સુધી યુવતીને હેરાન કરી હતી. આ દરમિયાન તેણે યુવતી પર ‘લવ ફ્રેન્ડશિપ’, લોજમાં જવાની અને શારીરિક સંબંધ બાંધવાની દબાણ કર્યું હતું. યુવતીએ સમજદારી દાખવીને પડોશીના ફોનથી આ કોલ રેકોર્ડ કરી લીધો હતો, જે હવે પોલીસ માટે મહત્વપૂર્ણ પુરાવો બન્યો છે.
અશ્લીલ મેસેજ અને ફોટા મોકલી હદ વટાવી
22 એપ્રિલના રોજ આરોપીએ હદ વટાવી દીધી હતી. તેણે યુવતીને પોતાના પ્રાઈવેટ પાર્ટના ફોટા મોકલ્યા અને અન્ય યુવતીઓના ફોટા બતાવી દાવો કર્યો કે તે તેમના સાથે સંબંધમાં રહ્યો છે. આ પ્રકારના મેસેજથી યુવતી માનસિક રીતે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી.

ધર્મને લઈને વિવાદાસ્પદ ટિપ્પણીઓ
FIR મુજબ, જ્યારે યુવતીએ પોતાના ધર્મનો ઉલ્લેખ કરીને વિરોધ કર્યો ત્યારે આરોપીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેણે કહ્યું કે “આજકાલ હિંદુ છોકરીઓને મુસ્લિમ છોકરાઓ જ પસંદ આવે છે.” સાથે જ તેણે યુવતીને લલચાવવા માટે નિકાહની વાત પણ કરી અને ધર્મ બદલવા માટે દબાણ નહીં કરવાની ખાતરી આપી હતી.
કંપની ડેટાનો દુરુપયોગ, અન્ય યુવતીઓ પણ નિશાન પર
પીડિતાના પિતાએ આરોપ મૂક્યો છે કે અશરફે કંપનીના ડેટાનો દુરુપયોગ કરીને અનેક યુવતીઓના નંબર મેળવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીએ અન્ય યુવતીઓને પણ આવી જ રીતે હેરાન કર્યા હતા, જેના કારણે તેઓએ તેને બ્લોક કરી દીધો હતો.
પોલીસ કાર્યવાહી અને લાગુ કરાયેલા કાયદા
એગ્રીપાડા પોલીસે 23 એપ્રિલ 2026ના રોજ FIR દાખલ કરીને આરોપીને ધરપકડ કરી હતી. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 75, 78(2), 79 અને IT એક્ટની કલમ 67(A) હેઠળ ગુનો નોંધાયો છે. હાલ પોલીસ આરોપીના મોબાઈલ અને ચેટ રેકોર્ડની વિગતવાર તપાસ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel