ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફર ટીમોમાંથી એક મુંબઈ ઈન્ડિયન્સ પહેલી વખત આઈપીએલ 2024માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રમવા મેદાનમાં ઉતરશે. આઈપીએલ 2024ની હરાજી પહેલા હાર્દિક પંડ્યાને મુંબઈ ફેન્ચાઈઝીએ પોતાની ટીમમાં સામેલ કરી હતી. ત્યારબાદ રોહિત શર્માને દુર કરી હાર્દિક પંડ્યાને ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી છે.
મુંબઈની ટીમે રોહિતની કેપ્ટનશીપમાં 5 વખત આઈપીએલ ટાઈટલ જીત્યા છે. હવે હાર્દિક પંડ્યા પર ટીમને આગળ લઈ જવાની જવાબદારી હશે. રોહિતની કેપ્ટનશીપમાં આઈપીએલ 2024માં મુંબઈની ટીમ પ્લેઓફ સુધી પહોંચી હતી પરંતુ ફાઈનલ સુધી પહોંચી શકી નહિ.
મુંબઈને છઠ્ઠી વખત ચેમ્પિયન બનવવાની જવાબદારી હાર્દિક પંડ્યા પર હશે. જેમણે પોતાની કેપ્ટશશીપમાં જ પહેલી વખત ગુજરાત ટાઈટન્સને વિજેતા બનાવી હતી પરંતુ તેના માટે ટીમની પ્લેઈંગ 11 ખુબ ખાસ હશે.
આઈપીએલ 2024માં ટીમ માટે ઈનિગ્સની શરુઆત ફરી એક વખત રોહિત શર્મા અને ઈશાન કિશાન કરતા જોવા મળી શકે છે. ગત્ત સીઝનમાં આ ટીમે ત્રીજા નંબર પર કેમરુન ગ્રીનને મોકલ્યો હતો. હવે સુર્યકુમાર યાદવ પણ ત્રીજા ક્રમે જોવા મળી શકે છે. ચોથા ક્રમે તિલક વર્મા, પાંચમા ક્રમે ટીમ ડેવિડ પણ જોવા મળી શકે છે. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા છઠ્ઠા ક્રમે બેટિગ કરતા જોવા મળી શકે છે.
સ્પિનરમાં પ્લેઈંગ ઈલેવનમાં અનુભવી પીષુય ચાવલા જોવા મળી શકે છે. જ્યારે શ્રેયસ પણ તેનો સાથ આપી શકે છે. ફાસ્ટ બોલિંગની કમાન જસપ્રીત બુમરાહ સિવાય ગેરાલ્ડ કોએત્ઝી પણ હશે. રોમારિયો શેફર્ડ ફાસ્ટ બોલિંગ કરતો જોવા મળશે.