મોરબી મહાનગરપાલિકાએ શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ચલાવી વર્ષોથી ચાલતા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, લાતી પ્લોટ વિસ્તારમાં હાલ ‘સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ’ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જે શહેરની વરસાદી પાણી નિકાસ વ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જોકે, રસ્તા પર થયેલા અનેક ગેરકાયદે બાંધકામો અને દબાણો આ પ્રોજેક્ટમાં અડચણરૂપ બની રહ્યા હતા. વારંવાર સૂચનાઓ અને અપીલો છતાં દબાણો દૂર ન થતા અંતે મહાનગરપાલિકાએ કડક પગલું ભર્યું છે.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા અગાઉથી જ 30થી વધુ દબાણકર્તાઓને નોટિસ પાઠવી સ્વેચ્છાએ બાંધકામ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી. નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતા, હવે તંત્ર દ્વારા સીધી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના વિકાસકાર્યોમાં અવરોધ બનતા કોઈપણ ગેરકાયદે દબાણો સામે આગળ પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel