આણંદના બે મુસ્લીમ યુવકે સોશ્યલ મિડિયા પર સગીર વિદ્યાર્થિની સાથે દોસ્તી કરી તેની સાથે ફોટા પડાવ્યાં બાદ બ્લેકમેઇલીંગ શરૂ કરી દીધું હતું. આ યુવકોએ સગીરાને પીવીઆર ટોકીઝમાં લઇ જઇ બળજબરી પૂર્વક મુખમૈથુન કરાવ્યું હતું. આ ઘટનાથી ભાંગી પડેલી સગીરાએ ઘરમાં સઘળી બાબતની જાણ કરતાં તેઓ ચોંકી ગયા હતા અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આણંદમાં હિન્દુ યુવતીઓ સાથે વિધર્મી યુવકોના સંબંધો અને જાતીય અત્યાચારના અને દુષ્કર્મના કિસ્સા વધી રહ્યા છે. વળી આવા કિસ્સાઓમાં વિધર્મી યુવકો ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટના માધ્યમથી હિન્દુ યુવતીઓ સાથે મિત્રતા કેળવી ટાર્ગેટ કરી તેમનો ઉપભોગ કરતા હોવાની ગુનાહિત પ્રવુતિઓ ઉજાગર થઈ રહી છે. આણંદના ઓડ ગામે અભ્યાસ કરતી યુવતી સાથે આણંદના યુવકોએ મિત્રતા કેળવી તેની સાથે સેલ્ફી ફોટા પડાવી તેને બ્લેકમેઈલિંગ કરી તેના શરીર સાથે બળજબરી અશ્લીલ હરકતો કરતા ડરી ગયેલ દીકરી ઘરે પહોંચતા રૂમમાં રડી પડી હતી અને પરિવારજનોને વાત કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ખંભોળજ પોલીસ બન્ને આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આણંદની સગીર વિદ્યાર્થિના સોશ્યલ મિડિયા પર બે વરસ પહેલા ફરહાન વ્હોરા નામના અજાણ્યા યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે તેણે સ્વીકારી હતી. બાદમાં વાતચીત કરી બન્ને રૂબરૂ મળ્યાં હતાં. આ સમયે ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલનાર યુવક મોહંમદ ફરહાન સાહીદ વ્હોરા (રહે. આણંદ) હોવાનું જણાવ્યું હતું. આ બન્નેએ મિત્રતા કેળવી હતી. જે તે સમયે ફરહાને યુવતીને વિશ્વાસમાં લઈને યુક્તિપૂર્વક કેટલાક સેલ્ફી ફોટા પાડ્યાં હતાં. આ બાદ ફરહાને તેનું અસલી સ્વરૂપ બતાવી દીધું હતું અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરાને બ્લેકમેઇલીંગ શરૂ કરી દીધું હતું. તેને વારંવાર આણંદ બોલાવી તેની સાથે અશ્લીલ છેડતી કરતો હતો. આથી અકળાઈ ઉઠેલ યુવતીએ જેમતેમ કરી ફરહાનના સકંજામાંથી છૂટી ગઈ હતી.
આ દરમ્યાન થોડો સમય જતા યુવતીના ઈન્સ્ટાગ્રામ ઉપર અમાન વ્હોરા નામના યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી જેને સગીરાએ સ્વીકારી નહોતી જોકે થોડા દિવસ બાદ સગીરાના ફોન ઉપર ફરહાનનો ફોન આવ્યો અને સગીરાને અમાનની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવા દબાણ કર્યું હતું. ફરહાન પાસે સેલ્ફી ફોટા વાઇરલ કરવાની ધમકી અને ડર ને કારણે સગીરાએ અમાન વ્હોરાની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી હતી. જે બાદ બન્ને વચ્ચે વાતચીત શરૂ થતી હતી.
મહત્વનું છે કે પૂર્વ પ્રેમીના બ્લેકમેઇલિંગથી ડરી ગયેલ સગીરા અમાન વ્હોરાની મળવા આવવાની વાતોને નકારી કાઢતી હતી. જોકે આ દરમ્યાન એક દિવસ અમાન વ્હોરા સગીરાને પીવીઆર ટોકીઝમાં ફિલ્મ જોવાના બહાને લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરાના ગુપ્ત ભાગો બળજબરી દબાણ અને અશ્લીલ અડપલાં કરી શારીરિક શોષણ કરવા પ્રયત્ન કર્યા હતા. જોકે, છેલ્લા બે વરસથી આ બન્ને શખસના અત્યારથી કંટાળી સગીરાએ પરિવારમાં જાણ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે ખંભોળજ પોલીસે મોહંમદફરહાન સાહીદ વ્હોરા અને અમાન સકીલ વ્હોરા (બન્ને રહે. આણંદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ-ભાવેશ સોની (આણંદ)