મધ્ય એશિયામાં મુસ્લિમ બહુમત ધરાવતા દેશ તાજિકિસ્તાનની સંસદે હિજાબ અને બુરખા જેવા ઈસ્લામિકપહેરવેશ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કરી દીધો છે. હવે તેની સરકાર આ કાયદો લાગુ કરવા જઈ રહી છે, જેના કારણે તાજિકિસ્તાનમાં ભારે હોબાળો થાય તેવી આશંકા છે.
બુરખો-હિજાબ તાજિક સંસ્કૃતિનો ભાગ નથી : નિયમનો ભંગ કરનારને રૂ, ૬૨,૦૦૦થી પાંચ લાખ સુધીનો દંડ
સોવિયેત સંઘથી અલગ થયેલા દેશ તાજિકિસ્તાનમાં મુસ્લિમોની બહુમતી વસતી છે અને તેની સરહદ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. એવામાં હિજાબ અને વિદેશી પહેરવેશ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે. સંસદના નીચલા ગૃહ મજલિસી નમોયંદગોને ૮ મેના રોજ આ બિલ પસાર કરાયું હતું અને બુરખા તથા તાજિકિસ્તાનમાં પુરુષોને દાઢી રાખવા પર પણ પ્રતિબંધ મૂકાયેલો છે
બુરખા પર પ્રતિબંધ લગાવવાના કાયદાથી તાજિકિસ્તાનમાં વિવાદ વધવાની શક્યતા છે, કારણ કે પડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન છે, જ્યાં ફરજિયાત બુરખો પહેરવા સહિત શરિયાના અનેક કાયદાઓ લાગુ છે.
તાજિકિસ્તાનની સંસદના ઉપલા ગૃહ મજલિસી મિલ્લીએ ૧૯ જૂને એક બિલ પસાર કર્યું હતું, જેમાં ઈદ-ઉલ-ફિતર અને ઈદ-ઉલ-અઝહા દરમિયાન બાળકોના હિજાબ જેવા વિદેશી પહેરવેશ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરાઈ હતી. આ બિલ પર ચર્ચા વખતે તાજિકિસ્તાનની સંસદે કહ્યું કે, મહિલાઓનો ચહેરો ઢાંકતો બુરખો તાજિક પરંપરા અથવા સંસ્કૃતિનો ભાગ નથી, તેથી આવા વિદેશી વસ્ત્રો પર તેના દેશમાં પ્રતિબંધ મૂકાય છે.
રાષ્ટ્રપતિ રુસ્તમ ઈમોમાલીના અધ્યક્ષપદે સંસદે ૧૮મા સત્રમાં સાંસ્કૃતિક પ્રથાઓ, બાળકોના ભરણ-પોષણમાં શિક્ષકની ભૂમિકા અને માતા-પિતાના કર્તવ્યો સંબંધિત કાયદામાં પણ ફેરપાર કર્યો છે. નવા નિયમોનો ભંગ કરનારા લોકો પ૨૭,૯૨૦ સોમોની એટલે કંપનીઓ પર ૩૯,૫૦૦ સોમોની એટલે કે અંદાજે રૂ. ૩.૧૦ લાખ જેટલો જંગી દંડ લગાવાયો છે. અધિકારીઓ પર ૫૪,૦૦૦ સોમાની એટલે કે અંદાજે રૂ.૪.૨૪ લાખ અને ધાર્મિક નેતાઓ પર ૫૭,૬૦૦ સોમાની એટલે કે અંદાજે ૪.૫૩ લાખ જેટલો જંગી દંડ ફટકારવાની વાત કરાઈ છે. તાજિકિસ્તાનમાં પુરુષોને દાઢી રાખવા પર પણ પ્રતિબંધ છે. કોઈ દાઢી રાખે તો તેની સામે આકરાં પગલાં લેવાય છે. અહીં ઈસ્લામિક પુસ્તકોના વેચાણ પર પણ પ્રતિબંધ છે.