click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: “ઉલટા ચોર કોટવાલ કો ડાંટે” જેવો ઘાટ! : “ભગવા ટ્રેપથી” મુસ્લિમ છોકરીઓને બચાવવાના નામે વીડિયો બનાવી વાયરલ કરાયો. હિંદુઓને “અધર્મી” કહી સંબોધતા વિવાદ.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > “ઉલટા ચોર કોટવાલ કો ડાંટે” જેવો ઘાટ! : “ભગવા ટ્રેપથી” મુસ્લિમ છોકરીઓને બચાવવાના નામે વીડિયો બનાવી વાયરલ કરાયો. હિંદુઓને “અધર્મી” કહી સંબોધતા વિવાદ.
Gujarat

“ઉલટા ચોર કોટવાલ કો ડાંટે” જેવો ઘાટ! : “ભગવા ટ્રેપથી” મુસ્લિમ છોકરીઓને બચાવવાના નામે વીડિયો બનાવી વાયરલ કરાયો. હિંદુઓને “અધર્મી” કહી સંબોધતા વિવાદ.

આવા જ બેનર વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે, "દીનથી દૂરી છે એટલે જ આપણી દીકરીઓ મુર્તદ થઈ રહી છે, પોતાનું ઈમાન ખોઈ બેસે છે."

Last updated: 2023/06/01 at 6:22 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

સુરત શહેરના લીંબાયતના ખ્વાજાનગર વિસ્તારમાં મુસ્લિમ છોકરીઓને ટાર્ગેટ કરીને લગાવવામાં આવેલા બેનરો સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બન્યા છે. મુસ્લિમ બહુમતી ધરાવતા ખ્વાજાનગરમાં લાગેલા બેનરો મુસ્લિમ દીકરીઓને મોબાઈલનો ઉપયોગ ન કરવા દેવાનું જણાવી રહ્યા છે. આ બેનરોમાં મોટા અક્ષરે ‘ક્યા કરતી હૈ બહેન/બેટી મોબાઈલ મેં?’ એવું લખવામાં આવ્યું છે.

‘દીન સીખાઓ, બેટી બચાઓ’

ખ્વાજાનગરમાં લાગેલા બેનરો મુસ્લિમ લોકોને એવું સૂચન આપી રહ્યા છે કે ઘરની બહેન/દીકરીઓને મોબાઈલ ન વાપરવા દેવો કારણ કે, તે દીન એટલે કે મઝહબની વિરુદ્ધ છે. ઘરના મા, બાપ, ભાઈએ ઘરની દીકરીઓને દીન શીખવવો જોઈએ અને દીકરીઓને બચાવવી જોઈએ. બેનરોમાં કહેવામાં આવ્યું છે કે, ‘દીનથી દૂરી છે એટલે જ આપણી દીકરીઓ મુર્તદ (ઇસ્લામ ત્યાગી) બની રહી છે. આ માટે મા, બાપ, ભાઈ જવાબદાર છે જેમણે ક્યારેય ધ્યાન નથી આપ્યું. દીન સીખાઓ, બેટી બચાઓ.’

In a MusIim dominated area of Surat, a poster has been put.
The text says ‘Why do girls use mobile, it’s against our Shariat. Mobile is making our girls characterless’.

Let’s see how many “feminists” outrage against it…! pic.twitter.com/xq1GBC3s0c

— Mr Sinha (@MrSinha_) June 1, 2023

બેનરોમાં ‘લવ ટ્રેપ’ શબ્દનો ઉલ્લેખ

ખ્વાજાનગરમાં લાગેલા બેનરોમાં જોઈ શકાય છે કે, યુવતી મોબાઈલનો ઉપયોગ કરી રહી છે અને તેને ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ ન કરવા દેવો એવું કહેવામાં આવ્યું છે. તેની તેની એક બાજુ મુસ્લિમ મા-બાપનું ચિત્ર છે, તો બીજી બાજુ ‘લવ ટ્રેપ’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે, મુસ્લિમ છોકરીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ‘લવ ટ્રેપ’માં ફસાઈ રહી છે તેવું બેનરો કહે છે.

વડોદરામાં પણ લગાવવામાં આવ્યા હતા આ પ્રકારના બેનરો

ઉલ્લેખનીય છે કે, બેનરોમાં મુસ્લિમ છોકરીઓ મોબાઈલનો ઉપયોગ કરતી હોવાને કારણે મઝહબથી દૂર જતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મુસ્લિમ મા-બાપને દીકરીઓને દીન અંગેની તાલીમ આપીને તેમને બચાવવાની વાત કરવામાં આવી છે. આ બેનરો કોણે અને ક્યારે લગાડ્યા એ અંગે સ્થાનિકોને કોઈ જાણકારી નથી. અત્રે નોંધનીય છે કે, બે-ત્રણ દિવસ પહેલાં વડોદરાના એક વિસ્તારમાં પણ આ જ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા હતા.

અહેવાલ અનુસાર, આ બેનર વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘દીનથી દૂરી છે એટલે જ આપણી દીકરીઓ મુર્તદ થઈ રહી છે, પોતાનું ઈમાન ખોઈ બેસે છે. શું કરે છે બહેન/દીકરીઓ મોબાઈલમાં? મા/બાપ/ભાઈ આ માટે જવાબદાર છે કારણકે તેમણે ધ્યાન આપ્યું નથી.’

એ પછી તુલસીવાડી વિસ્તારમાંથી આ બેનર હટાવી લેવામાં આવ્યું હતું. જોકે, નાગરવાડા અને હાથીખાના વિસ્તારમાં હજુ પણ આવા પોસ્ટરો લાગેલા છે. તેમાં પણ ‘લવ ટ્રેપ’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં લાગેલા આ બેનરોને લઈને એક કહેવાતા પત્રકારે વિદાસ્પદ વીડિયો બનાવ્યો છે. જેમાં હિંદુઓને અધર્મી કહેતા વિવાદ થયો છે.

ઇન્દોરમાં ‘ભગવા લવ ટ્રેપ’ અંગેના પેમ્ફલેટ વહેંચવામાં આવ્યા

પાછલા દિવસોમાં મધ્ય પ્રદેશમાં ઇન્દોરની એક મસ્જિદ બહાર વિવાદાસ્પદ પેમ્ફલેટ વહેંચવામાં આવ્યા હતા, જેમાં મુસ્લિમ યુવતીઓને સંબોધિત કરતું લખાણ વાંચવા મળ્યું હતું. પેમ્ફલેટમાં ઇસ્લામી યુવતીઓને ‘ભગવા લવ ટ્રેપ’માં ન ફસાવાની સલાહ આપવામાં આવી હતી. તેમાં આરએસએસ અને બજરંગ દળ પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ દર વર્ષે દસ લાખ મુસ્લિમ છોકરીઓને કાફિર બનાવે છે. આ મામલે 10 લોકો સામે એફઆઈઆર થઈ હતી.

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 1, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નેપાળના PM પ્રચંડે નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત, વેપારથી લઈ ઉર્જા ક્ષેત્રોમાં સહયોગ અંગે કરી ચર્ચા
Next Article ચીનની ચાલાકી પર લાગશે લગામ, LACને દિલ્હી સાથે જોડવામાં આવશે, નાથુલા સુધી ટ્રેન દોડશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?