રક્તદાન કેમ્પ તારીખ ૨૨ જુલાઈ, ૨૦૨૫ – મંગળવારના રોજ યોજાયો હતો, જેમાં હોટેલના સ્ટાફ તેમજ આસપાસના ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ કેમ્પમાં એકત્રિત થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવા માટે ઉપયોગી થશે તે બાબતે તમામ દાતાઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, નર્મદા જિલ્લા શાખાના વાઇસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું.
આ પ્રકારની સહકાર અને સમાજસેવાનાં કાર્યો સતત ચાલુ રહે તે ઈચ્છા સાથે કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.