પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને PML-Nના સુપ્રીમો નવાઝ શરીફ ગુરુવારે લંડનથી જેદ્દાહ પહોંચ્યા હતા. તે સાઉદી અરેબિયામાં એક સપ્તાહ રોકાશે અને ઉમરાહ કરશે. પૂર્વ વડાપ્રધાનની સાથે તેમના પરિવારના સભ્યો અને નજીકના સહયોગી પણ જેદાહ પહોચ્યાં છે. પૂર્વ વડાપ્રધાન પાર્ટીના સભ્યો અને પત્રકારો સાથે 21 ઓક્ટોબરે દુબઈથી પાકિસ્તાન જવા રવાના થશે. લાહોર જતા પહેલા વિશેષ ફ્લાઇટ દુબઈથી ઈસ્લામાબાદમાં ઉતરશે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઉમરાહ કરવા જેદ્દાહ પહોચ્યાં
મળતી માહિતી મુજબ નવાઝ શરીફ 17 કે 18 ઓક્ટોબરના રોજ દુબઈ જશે. ત્રણ દિવસના રોકાણ બાદ તેઓ PML-N પાર્ટીના પ્લાન મુજબ પાકિસ્તાન જશે.શરીફ વિશેષ વિમાન દ્વારા પાકિસ્તાન પહોંચશે. નવાઝ શરીફને લઈ જતી ફ્લાઈટનું નામ “ઉમીદ-એ-પાકિસ્તાન” હશે, જે લગભગ 150 મુસાફરોને લઈ જઈ શકશે.
પૂર્વ વડાપ્રધાન પાર્ટીના સભ્યો અને પત્રકારો સાથે 21 ઓક્ટોબરે દુબઈથી પાકિસ્તાન જવા રવાના થશે. લાહોર જતા પહેલા વિશેષ ફ્લાઇટ દુબઈથી ઈસ્લામાબાદમાં ઉતરશે, જ્યાં શરીફ મિનાર-એ-પાકિસ્તાનમાં એક સભાને સંબોધિત કરશે.
21 ઓક્ટોમ્બરે પાકિસ્તાન પરત ફરશે
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતા નવાઝ શરીફ ગુરુવારે વહેલી સવારે લંડનથી જેદ્દાહ પહોંચ્યા હતા. વિગતો જણાવે છે કે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન સાઉદી એરલાઇન્સની ફ્લાઈટ SV116ને લંડન એરપોર્ટથી જેદ્દાહ પહોચ્યા હતા. સાઉદી અરેબિયા આ દરમિયાન એક સભા સંબોધિત કરવાના છે.
અગાઉ, નવાઝ શરીફ જેવા લંડન એરપોર્ટથી જેદાહ જવા રવાના થયા ત્યારે પીએમએલ-એન સમર્થકોની ભીડ એકઠી થઈ ગઈ. PML-N નેતા સાઉદી અરેબિયામાં ઉમરાહ કર્યા બાદ દુબઈ જશે અને તે બાદ 21 ઓક્ટોબરે પાકિસ્તાન પહોંચે તેવી શક્યતા છે.
ઈસ્લામાબાદની ફ્લાઈટ કરાવી રિઝર્વ
એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે પૂર્વ વડાપ્રધાને દુબઈથી ઈસ્લામાબાદની ફ્લાઈટ રિઝર્વ કરી છે. નવાઝને પાકિસ્તાન લઈ જતી ફ્લાઈટનું નામ “ઉમેદ-એ-પાકિસ્તાન” હશે, જે લગભગ 150 મુસાફરોને લઈ જઈ શકશે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, બુકિંગ થઈ ગયું છે અને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
નવાઝ પાર્ટીના સભ્યો અને પત્રકારો સાથે 21 ઓક્ટોબરે દુબઈથી પાકિસ્તાન જવા રવાના થવાના છે. સ્પેશિયલ ફ્લાઈટ લાહોર જતા પહેલા દુબઈથી ઈસ્લામાબાદમાં ઉતરશે, જ્યાં નવાઝ તેમની પાર્ટીના વફાદારો દ્વારા આયોજિત સભાને સંબોધિત કરશે.
દરમિયાન પીએમએલ-એનના વરિષ્ઠ નેતા ઈશાક ડારે કહ્યું કે પાકિસ્તાન પરત ફર્યા બાદ નવાઝની ધરપકડ કરવામાં આવે તેવી કોઈ શક્યતા નથી.